બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / VI company ordered to pay penalty of 20 lakhs, Gujarat IT department in action after customer complaint

કાર્યવાહી / VI કંપનીને 20 લાખનો દંડ ચૂકવવા આદેશ, ગ્રાહકની ફરિયાદ બાદ ગુજરાત IT વિભાગ એક્શનમાં

Malay

Last Updated: 10:53 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: VI (વોડાફોન આઈડિયા) કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત આવકવેરા વિભાગે વોડાફોન આઈડિયા કંપનીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

  • ગુજરાત IT વિભાગનો VI કંપનીને ઝટકો
  • રાજકોટના ફરિયાદીને 20 લાખ ચૂકવવાનો આદેશ
  • જયદીપ દેપાણીએ ગુજરાત IT વિભાગમાં કરી હતી ફરિયાદ

ગુજરાત IT વિભાગે એક ફરિયાદને લઈને VI (વોડાફોન આઈડિયા) કંપનીની ઝાટકણી કાઢી છે. ગુજરાત આવકવેરા વિભાગે વોડાફોન આઈડિયા કંપનીને ફરિયાદીને 20 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

Voda-Ideaના ગ્રાહકો માટે મોટા સમાચાર, 22 જાન્યુઆરીએ બંધ થઈ જશે આ સર્વિસ,  તાબડતોબ જાણો I Vodafone idea prepaid users service will be closed for few  hours

ડુપ્લીકેટ સીમકાર્ડથી ઉપડી ગયા 20 લાખ 
આ અંગે વિગતવાર કરીએ તો રાજકોટના જયદીપ દેપાણી નામના ફરિયાદીએ IT વિભાગમાં એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કંપનીએ ચકાસણી કર્યા વગર તેમના  નંબરનું ડુપ્લીકેટ સીમકાર્ડ અન્ય વ્યક્તિને આપ્યું હતું. એક જેવો જ નંબર બીજા વ્યક્તિને આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના (જયદીપ દેપાણી)ના બેંક એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું. 

આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, દૈનિક ભાસ્કર ગ્રુપની અમદાવાદ સહિત દેશભરની  ઓફિસોમાં દરોડા | Income Tax department raids, raids on Dainik Bhaskar  Group's offices across the ...

ફરિયાદ આધારે IT વિભાગે ચલાવી તપાસ
જયદીપભાઈની ફરિયાદના આધારે IT વિભાગે તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગે વોડાફોન આઈડિયા કંપનીને રૂપિયા 20 લાખનો દંડ ફરકાર્યો છે. આવકવેરા વિભાગે કંપનીને આ રૂપિયા ફરિયાદીને આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન ફરિયાદીનું ડુપ્લીકેટ સીમકાર્ડ સુરતમાંથી મળી આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ