બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Varachha MLA Kumar Kanani's video is viral on social media

VIDEO / સુરતમાં TRB જવાનનો કુમાર કાનાણીએ લીધો ઉધડો: ટ્રાફિક જામ થતા કહ્યું 'એક ઝાપટ મારીશ ને, મોબાઇલમાં શું ડાંટ્યું છે?'

Malay

Last Updated: 11:17 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Viral Video: સુરતના વરાછાના મીની બજાર ખાતે ટ્રાફિક જામ થતાં ધારાસભ્ય કુમાર કાનાણીએ TRB જવાનને તતડાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • ટ્રાફિક જામ થતા કુમાર કાનાણીએ TRB જવાનને ખખડાવ્યો
  • ટ્રાફિક નિયમનને બદલે TRBને મોબાઇલમાં વ્યસ્ત જોતા રોષે ભરાયા MLA
  • ધારાસભ્ય કુમાર કાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરત મીની બજાર ખાતે ટ્રાફિક સમસ્યા સંભાળવાને બદલે સાઈડમાં બેસી મોબાઈલ જોતા TRB જવાનને જોઈને ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘુમ થઈ ગયા હતા અને TRB જવાનનો ઉધડો લીધો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ TRB જવાનને ખખડાવતા જોવા મળી રહ્યા છે. 

ખૂણામાં બેસી મોબાઈલ જોતો હતો TRB જવાન 
સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી એક્ટિવા પર તેમના પત્નીની સાથે મીની બજાર તરફ જઈ રહ્યા હતા. આ સમયે મુખ્ય રસ્તા પર ટ્રાફિક હતું. જેથી તેઓએ આજુબાજુ જોયું તો TRB જવાન ખૂણામાં બાઇક પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. જેથી કુમાર કાનાણીએ ટીઆરબી જવાનને બોલાવીને ખખડાવ્યો હતો. 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કુમાર કાનાણીને કહી રહ્યા છે કે, તુ તારું સીધું સીધું કામ કર નહીં તો ઝાપટ મારીશ. ત્યારે TRB જવાનેએ કહ્યું કે, કાકા મારવાની વાત નહીં કરવાની. આ સાંભળીને ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા. જોકે, TRB જવાને પોતાની યોગ્ય રીતે ફરજ બજાવવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત રહીને ટ્રાફિકનું સંચાલન ન કરતો હોવાનું એકત્રિત થયેલા લોકોએ પણ કહ્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ