બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / vande bharat good news indian railways 160 kmph mumbai ahmedabad route vande bharat read

અપડેટ / અમદાવાદથી મુંબઈ સુધી દોડતી વંદે ભારત ટ્રેનને લઈને થશે મોટું એલાન! આ નિર્ણયનો લોકોને ઘણા સમયથી હતો ઈંતેજાર

Dinesh

Last Updated: 10:21 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Trains Speed: મુબંઈથી અમદાવાદની વચ્ચે માર્ચથી વંદે ભારત ટ્રેન 160 કિમીની સ્પિડે દોડશે, જે ગતિ વધારવા માટેના વેસ્ટર્ન રેલવે લગભગ તમામ કાર્યો પૂર્ણ કર્યા છે

  • અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનને લઈને ગુડ ન્યૂઝ 
  • અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ટ્રેન દોડશે 160 કિમીની સ્પિડે
  • મિશન રફ્તાર અંતર્ગત માલગાડીની પણ સ્પિડ વધારવામાં આવશે


ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેની રાહ ઘણાં સમય પહેલા જોઈ રહી હતી, જે ઘડી હવે આવી ગઈ છે. જેના લઈ સવાલ થઈ રહ્યાં હતાં કે, વંદે ભારત ટ્રેન ક્યારે લગાતાર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝટપે દોડશે ? પરંતુ ખાસ વાત એ છે કે, ગુડ ન્યૂઝ હવે આવી ગયા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ મુબંઈથી અમદાવાદની વચ્ચે માર્ચથી વંદે ભારત ટ્રેન 160 કિમીની સ્પિડે દોડશે. જે ગતિ વધારવા માટે વેસ્ટર્ન રેલવે લગભગ તમામ કાર્યો પૂર્ણ કર્યા છે. ફક્ત વંદે ભારત જ નહી પરંતુ શતાબ્દીના રૂટ પર પણ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની તૈયારી થઈ રહી છે.   

મુસાફરોના સમયનો બચાવ થશે
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પહેલી વંદે ભારત ટ્રેન લોન્ચ કરી હતી. જે નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડશે. જેની સાથે સાથે અન્ય રૂટ પર પણ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અત્યાપે 40થી વધારે રૂટ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. આવનાર સમયમાં અન્ય કેટલાક રાજ્યોને પણ વંદે ભારત ટ્રેન મળવાની સંભાવાનાઓ છે. મુબંઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે જેનાથી બંન્ને શહેરના મુસાફરોના સમયનો બચાવ થશે. અવું પણ કહેવામાં આવી રહ્યું છે. કે, મિશન રફ્તાર અંતર્ગત માલગાડી, મેલ, સુપરફાસ્ટ અને એક્સ પ્રેસ ટ્રેનો માટે સ્પિડ પણ ઓછામાં ઓછી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવવાનું કામ ચાલી રહ્યું છે 

મુંબઈ-ગાંધીનગર 'વંદે ભારત એક્સપ્રેસ'ના સ્ટોપેજમાં મોટો ફેરફાર, હવેથી લાગુ  પડશે આ નવું ટાઇમટેબલ | Vande Bharat Express train running between Mumbai  and Gandhinagar has also ...

વાંચવા જેવું: હિમાચલની જગ્યાએ ગુજરાતથી રાજ્યસભા સાંસદ કેમ બની રહ્યા છે નડ્ડા ? સમજો શું છે સમીકરણ

દેહરાદૂનથી નવી દિલ્હી વંદ ભારતને અપડેટ
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના દેહરાદૂનથી નવી દિલ્હી જઈ રહેલી વંદે ભારતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવે આ ટ્રેન બુધવારે પણ દિલ્હી માટે દોડશે. અગાઉના દિવસોમાં  આ ટ્રેનો દોડતી ન હતી. જેના કારણે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. હવે રાજ્યસભાના સાંસદ કલ્પના સૈનીએ માહિતી આપી છે કે રેલવે મંત્રાલયે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને હવે આ ટ્રેન બુધવારે પણ દોડશે. જો કે, અઠવાડિયાના કોઈપણ એક દિવસે ટ્રેનનું સંચાલન બંધ થઈ શકે છે. આ ટ્રેનને ગયા વર્ષે પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ