બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Valsad singer Vaishali Balsara murder case: Contract killer arrested from Punjab

વલસાડ / સિંગર વૈશાલી બલસારાની હત્યા કરનારો કોન્ટ્રાક્ટ કિલર પંજાબથી ઝબ્બે,  8 લાખમાં લીધી હતી સોપારી, કેસની વિગતો ચોંકાવનારી

Vishnu

Last Updated: 04:19 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર વૈશાલી બલસારાની મિત્ર બબિતાએ 25 લાખ રૂપિયા પરત ન કરવા પડે તે માટે પંજાબના કોન્ટ્રાક્ટ કિલરને 8 લાખમાં હત્યાની સોપારી આપી હતી.

  • વલસાડના વૈશાલી બલસારા હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ
  • પંજાબમાંથી એક કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ
  • 2 કોન્ટ્રાક્ટ કિલર પોલીસ પકડથી દૂર

વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની  હત્યાનું કોકડું આખરે ઉકેલાયું છે. વલસાડ જિલ્લા પોલીસને ગણતરીના દિવસોમાં જ આ ચકચારિત હત્યા કેસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી છે .પોલીસે વૈશાલી બલસારાની હત્યાની માસ્ટર માઈન્ડ બબીતા શર્મા થોડા દિવસ અગાઉ ધરપકડ કરી લીધી હતી. મુખ્ય આરોપી બબીતા શર્મા 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી બબીતા 9 મહિનાની ગર્ભવતી છે. રિમાન્ડ દરમિયાન તબીબ અને એમ્બ્યુલન્સના કર્મીઓએ પોલીસ સ્ટેશનમાં આરોપી બબીતાની સાર-સંભાળ પણ લીધી હતી.

વૈશાલીની હત્યા કરનારા કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ
ત્યારે આજે મંગળવારે વલસાડના સિંગર વૈશાલીની હત્યા કરનારા કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબમાંથી ત્રિલોક સિંગ નામના કોન્ટ્રાક્ટ કિલરે આરોપી બબીતાના કહેવા પર  વૈશાલી બલસારાને મોતને ઘાટ ઉતારી હતી.હજુ પણ બે કોન્ટ્રાક્ટ કિલર પોલીસ પકડથી દૂર છે. બબિતાએ 8 લાખ રૂપિયા આપી વૈશાલીની હત્યા કરાવી હતી. મુખ્ય આરોપી બબિતા હાલ પોલીસ રિમાન્ડ પર છે.

શું છે સમગ્ર બનાવ?
વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી ગઈ 28મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની સંકાસ્પદ   હાલતમાં બંધકારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો .બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા  સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે વૈશાલી બલસારાની હત્યાનું રહસ્ય ઉકેલવા 6 ટીમો બનાવી હતી. જે વિવિધ દિશામાં તપાસ કરી હતી.. ત્યારબાદ વૈશાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં  એક ચોખાનો ચોંકાવનારો ખુલાસો થયો. જેમાં વૈશાલી ની હત્યા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું  જો કે વૈશાલીના શરીર પર કોઈ જગ્યાએ ઇજા કે પ્રતિકારના કોઈ નિશાન પણ જોવા નહીં મળ્યા હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી.. અને વૈશાલીના હત્યારા સુધી પહોંચવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. પોલીસની  છ ટીમો  વિવિધ દિશામાં તપાસ કરી રહી હતી..આરોપીઓ  સુધી પહોંચવા પોલીસે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના 1000થી વધુ સીસીટી ફૂટેજ પણ ખંગાલી ચૂકી હતી. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને ગણતરીના દિવસોમાં જ વલસાડ પોલીસે વૈશાલી બલસારાની હત્યા ના રહસ્યો પરથી પડદો ઉચકવામાં સફળતા મળી અને.. પોલીસે વૈશાલીની હત્યા ની માસ્ટર માઈન્ડ મૃતક વૈશાલીની જ નજીકની મિત્ર બબીતા ની ધરપકડ કરી જેલ ભેગી કરી દીધી છે.

પોલીસ તપાસમાં શું થયો ખુલાસો?
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક વૈશાલી અને મુખ્ય આરોપી બબીતા કૌશિકની દુકાનો બાજુમાં હતી. આથી બંને વચ્ચે એક વર્ષથી મિત્રતા બંધાઈ  હતી. મિત્રતા દરમિયાન બબીતા એ અવારનવાર વૈશાલી પાસેથી  પૈસાની માગણી કરી હતી અને 25 લાખ રૂપિયા ઉછીના લઈ લીધા હતા. જોકે વાયદા પ્રમાણે સમયસર બબીતા એ પૈસા પરત ન કર્યા હોવાથી વૈશાલી દ્વારા અવારનવાર તેને આપેલા 25 લાખ રૂપિયા ની ઉઘરાણીમાં કરવામાં આવી રહી હતી. આરોપી બબીતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે 25 લાખ રૂપિયા પરત કરી શકે તેમ ન હતી. આથી તેણે આ રૂપિયા પરતના આપવા પડે તે માટે મુશ્કેલીમાં મદદ કરી 25 લાખ રૂપિયા ઉછીના આપનાર મિત્ર વૈશાલીનો જ કાંટો કાઢી નાખવાનો કારસો રચ્યો હતો અને યુક્તિપૂર્વક બનાવના  દિવસે બબીતાએ વૈશાલીને પૈસા લેવા  માટે વલસાડના વશીયાર નજીક આવેલા ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સમયે બોલાવી હતી. જ્યાં અગાઉથી જ બબીતાની સાથે રહેલા બે અજાણ વ્યક્તિઓ તેના નજીકના સ્વજન હોવાનું કહી વૈશાલીની કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ બબીતાની સાથે રહેલા કોન્ટ્રાક્ટ કિલરોએ વૈશાલીને કારમાં જ ક્લોરોફોર્મ સુંગાવી અને બેહોશ કરી દીધી હતી અને ત્યારબાદ તેની ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

8 લાખ રૂપિયામાં સોપારી આપી
બબીતાએ વૈશાલીની હત્યા માટે બહારના રાજ્યના એક પ્રોફેશનલ કિલર ગેંગ નો સંપર્ક કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલા કોન્ટ્રાક્ટ કિલ્લરો ને બબીતાએ વૈશાલીની હત્યા માટે 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી. શરૂઆતમાં દસ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ 8 લાખ રૂપિયામાં  ડીલ થઈ હતી .જોકે બબીતા બબીતા એ  વૈશાલીયે ઉછીના આપેલા 25 લાખમાંથી આઠ લાખ રૂપિયા હત્યારાઓ ને  આપી અને વૈશાલીને તેના જ પૈસાથી હત્યા કરાવી તેનો કાંટો કઢાવી નાખ્યો   હોવાનું પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે.

વૈશાલી બલસારાને મિત્રની મદદ કરવા જતા મળ્યું મોત
વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારા ની હત્યા ની માસ્ટરમાઈન્ડ બબીતા અત્યારે નવ મહિનાની ગર્ભવતી છે. જો કે પોલીસે તેની ધરપકડ કરી હતી આજે વધુ એક  ત્રિલોક સિંગ નામના કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે અને આ કેસના પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ કિલર 2 આરોપીઓ હજુ પોલીસ પહોંચ થી દૂર છે. તેમને ઝડપવા વલસાડ પોલીસની ટીમો  રાજ્ય બહાર પણ કામે લાગેલી છે. જોકે પોતે નવ મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ તેને એક પ્રોફેશનલ ગેંગને પણ ટક્કર આપે તેવો પ્લાન બનાવી અને તેને  મુશ્કેલીના સમયમાં મદદ કરનાર મિત્ર વૈશાલીની જ હત્યા કરવાનું  સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. જો કે પોલીસની અત્યાર સુધીની તપાસમાં વૈશાલીની હત્યામાં આરોપી બબીતાના પતિ કે તેના પરિવારના અન્ય કોઈ સભ્યોની સંડોવણી બહાર નથી આવી. પરંતુ પોલીસ આ કેસમાં મૂળ સુધી પહોંચવા અને આ હત્યાકાંડના મૂળને શોધી રહી છે. સાથે જ કેસના પ્રોફેશનલ કિલર આરોપીઓ સુધી પહોંચવા વલસાડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ