બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara the grand Shiva ride took place

VIDEO / સત્યમ શિવમ સુંદરમ! વડોદરામાં નીકળી ભવ્ય શિવજી કી સવારી, અખાડાની ઝાંખીઓ જમાવ્યું આકર્ષણ

Dinesh

Last Updated: 06:00 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahashivratri 2024: મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, વડોદરામાં ભવ્ય શિવજીની સવારી નીકળી હતી

 

મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ રાજ્યના વિવિધ શહેરોમાં ધર્મપ્રિય જનતા દ્વારા ભગવાન શિવજીની સવારી યાત્રાનું આયોજન કરાર્યું હતું. વડોદરામાં આજે ભવ્ય શિવજીની સવારી નીકળી હતી. જે યાત્રા પ્રતાપનગર વિસ્તારથી નીકળી હતી, ભગવાન શિવજીની પરિવાર સાથેની યાત્રાથી વડોદરા શહેર શિવમય બન્યું હતું.  અત્રે જણાવીએ કે, સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા 2013થી શિવયાત્રાનું આયોજન કરાય છે.  આ યાત્રામાં ડી જે, અખાડાની અનેક ઝાંખી જોવા મળી હતી.



સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન 
મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. 42 કલાકના ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓની સગવડોનું ધ્યાન રખાયું છે. મહાશિવરાત્રીને લઇ ચાર પ્રહરની મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે. ધ્વજા અને પાલખી પૂજા બાદ પાલખીયાત્રા નિકળશે. યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર તેમજ શ્રદ્ધાળુઓ માટે બિલ્વપૂજાનું આયોજન કરાયું છે.


જામનગરમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી
જામનગરમાં દેવોના દેવ મહાદેવનો તહેવાર મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં લોકોની ભીડ જોવા મળી હતી. જામનગર છોટા કાશી તરીકે પણ ઓળખાય છે ત્યારે જામનગરમાં મહાદેવના અનેક મંદિરો આવેલા હોવાથી શિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળી રહી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરે મહાદેવના દર્શન કરવા તથા અભિષેક કરવા માટે ઉમટી પડ્યા હતા.

બરફમાંથી અનોખુ શિવલીંગ બનાવાયુ
સુરેન્દ્રનગરમાં મહાશિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે.  પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરિય વિશ્વવિદ્યાલયમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે. 100 મણથી વધુ બરફમાંથી અનોખુ શિવલીંગ બનાવાયુ છે. મહાશિવરાત્રીને લઇ બરફના શિવલીંગના દર્શને શિવ ભક્તો ઉમટ્યા હતાં. 

વાંચવા જેવું:  એક છોડ પર ઊગે છે તો પણ ભાંગ અને ગાંજામાં શું અંતર?, જાણો ભાંગના ફાયદા અને નુકસાન
પાલનપુરમાં શિવજીની શોભાયાત્રા 
મહાશિવરાત્રિની રાજ્યભરમાં આસ્થાભેર ઉજવણી કરાઈ છે ત્યારે પાલનપુરમાં શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી.  8 ફૂટ લાંબા 11 હજાર રુદ્રાક્ષથી બનેલા શિવલિંગની શોભાયાત્રાથી પાલનપુર શહેર શિવમય બન્યું હતું. શોભાયાત્રા બાદ મહાઆરતી તેમજ તણાવ મુક્ત રાજયોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ