બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Sterling Biotech Company sold in 650 crore

ઇ-ઑક્શન / ગુજરાતમાં મોટી ડીલ! વડોદરાની ફાર્માસ્યુટિકલ કંપનીને અમેરિકન કંપનીએ 650 કરોડમાં ખરીદી, જાણો વિગત

Khyati

Last Updated: 11:23 AM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંડેસરા બંધુઓના 16 હજાર કરોડના કૌભાંડ બાદ વડોદરા સ્ટર્લિંગ બાયોટેક કંપની 650 કરોડમાં વેચાઇ

  • સ્ટર્લિંગ બાયોટેક કંપની 650 કરોડમાં વેચાઇ
  • અમેરિકન કંપનીએ 650 કરોડમાં ખરીદી
  • 548.43 કરોડની બેઝ પ્રાઈઝ રખાઈ હતી

સાંડેસરા બંધુઓના 16 હજાર કરોડના કૌભાંડ બાદ છઠ્ઠી સૌથી મોટી કંપનીનું ઇ-ઓક્શન કરવામાં આવ્યું. વડોદરા સ્ટર્લિંગ બાયોટેક કંપની 650 કરોડમાં વેચવામાં આવી. એક અમેરિકન કંપનીએ 650 કરોડમાં ખરીદી છે. હરાજીમાં કુલ પાંચ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી  ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી અને બેલ્જિયમ ફર્મ ગણાતી અમેરિકાની પરફેક્ટ ડે નામની કંપનીએ સૌથી ઉંચી બોલી લગાવી હતી.  

4 એપ્રિલે કરવામાં આવ્યુ ઇ-ઑક્શન

મહત્વનું છે કે  4 એપ્રિલના રોજ બપોરે 11થી 1:30 કલાકે ઇ-ઑક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 5 કંપનીઓએ ભાગ લીધો હતો. અરવિંદો ફાર્મા કેડિલા હેલ્થ કેર, યુપીએલ સહિત કેટલીય ભારતીય કંપનીઓએ પણ તેમા રસ દાખવ્યો હતો. તબક્કાવારની બોલી બાદ રુપિયા 548.43 કરોડની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી હતી.  ફાર્માસ્યુટિકલ જીલેટીન ક્ષેત્રમાં છઠ્ઠી સૌથી મોટી કંપનીના 650 કરોડ રુપિયા ઉપજ્યા હતા.

સાંડેસરા બંધુઓનું 16000 કરોડનું કૌભાંડ

નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેક દ્વારા દેશની આંધ્ર બેંક,પંજાબ નેશનલ બેંક સહિત વિવિધ બેંકો પાસેથી રૂપિયા 16 હજાર કરોડની લોન લીધા બાદ ભરપાઈ કરવામાં આવી નહોતી. તેમની સામે આ અંગે 2017માં ગુનો નોંધાતા સાંડેસરા પરિવારના ચાર સભ્યો દેશ છોડી ભાગી ગયા હતા. આ મામલે ઇડી દ્વારા અત્યાર સુધી કુલ 14,543 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન

નેશનલાઇઝ બેંકો અને ફાયનાન્સ કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ફરાર થઇ જનાર કૌભાંડી સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન સામે આવ્યું હતું.. 16 હજાર કરોડના બેંક કૌભાંડમાં બોલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને પ્રોડ્યુસર સંજય ખાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી.સાંડસરાના બંગલાનું ઈન્ટરિયર ડિઝાઈન શારુખની પત્ની ગૌરી ખાન અને સુઝાને કર્યું હતું.. સુઝાનની મુલાકાતને પગલે સાંડેસરા સંજય ખાનના સંપર્કમાં આવ્યો હતો. મહત્વનું છે કે ઇડીએ હમણા થોડા સમય પહેલા સાંડેસરા ગ્રૂપ કેસમાં મની લોન્ડરીંગ એકટ હેઠળ રૂ. 8.79 કરોડની આઠ જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી હતી.  જેમાં અભિનેતા ડીનો મારિયા તથા સંજયખાનની મિલકતોનો પણ  સમાવેશ થતો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ