બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Vadodara Prerna case completes two years, Minister of State for Home, when will your sister get justice? The family is helpless and shocked.

વચનનું શું થયું? / વડોદરા પ્રેરણા કેસના બે વર્ષ પૂર્ણ, ગૃહરાજ્યમંત્રી તમારી આ બહેનને ક્યારે મળશે ન્યાય? પરિવારના લાચાર હૈયે ધક્કા

Vishal Khamar

Last Updated: 12:12 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં દુષ્કર્મ થયા બાદ વલસાડ રેલ્વે યાર્ડમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની દીકરીના મૃતદેહની ઘટનાને બે વર્ષો પૂરા થઈ રહ્યા છે. SIT ની રચના બાદ પણ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. ત્યારે માતા દીકરીના મોત માટે જવાબદારો કોણ અને કયા કારણોથી એનો જીવ ગયો એના જવાબ શોધવા આજે પણ લાચાર હૈયે ધક્કા ખાઈ રહી છે.

  • ગુજરાત ક્વીન ટ્રેનમાં બે વર્ષ મળેલ યુવતીનાં મૃતદેહનો મામલો
  • SIT ની રચના બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર
  • ગૃહમંત્રીએ પોતાની બહેન માની ન્યાય અપાવવા વચન આપ્યું હતું

નવસારીના વિજલપોર શહેરની એક 20 વર્ષીય આશાસ્પદ દીકરી ઉચ્ચ શિક્ષણ સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશાએ વડોદરાની OASIS સંસ્થામાં રહેતી હતી. OASIS માં સારી કામગીરી હોવાથી દીકરી અને તેનો પરિવાર બંને ખુશ હતા. પરંતુ ગત 28 ઓકટોબર 2021 ના રોજ વડોદરામાં રિક્ષામાં આવેલા બે અજાણ્યા નરાધમોએ તેની અસ્મત લૂટી લેતા તેના જીવનમાં ઉઠલ પાથલ થઈ ગઈ હતી. પોતાના ઉપર થયેલા અત્યાચારને દીકરીએ પોતાની ડાયરીમાં લખ્યો હતો પણ પોતાની માતાને કહેવાની હિંમત ભેગી કરી શકી ન હતી. જોકે પોતાને સંભાળ્યા બાદ દીકરી નવસારી આવી હતી અને એ દિવસો દિવાળીના હતા. જેમાં ગત 3 નવેમ્બર 2021 ના રોજ સુરત જવા નીકળેલી દીકરી મોડી રાતે ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાં ચઢી હતી અને તેનો કોઈ પીછો કરતો હોવા સાથે જ તેની હત્યા થઈ શકેની સંભાવના તેણે OASIS ના સંજીવ શાહને મોબાઈલ મેસેજ દ્વારા વ્યક્ત કરી હતી. પરંતુ બીજા દિવસે વહેલી સવારે વલસાડના રેલ્વે યાર્ડમાં ટ્રેનના ડબ્બામાં તેનો શંકાસ્પદ રીતે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.  

સમગ્ર ઘટનાં બાબતે ગૃહમંત્રીએ ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી
સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રેલ્વે પોલીસ સાથે જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ એક્ટિવ થતા હતા અને  ઉચ્ચ પોલીસ એજન્સીઓના અધિકારીઓને જોડીને SIT ની રચના કરીને તપાસને વેગ અપાવ્યો હતો. પરંતુ તપાસમાં નવસારીની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર અને તેના સંદિગ્ધ મોત વિશેનું રહસ્ય ઉકેલાયું નહીં, આજે બે વર્ષ વિત્યા છતાં ના તો નરાધમો હાથ લાગ્યા અને ના તો મોત ક્યા કારણે થયુ, OASIS ની કામગીરી વગેરે તમામ બાબતો ઉપર પરદો જ પડી રહ્યો છે. ત્યારે દીકરીને ન્યાય અપાવવા માતાનું કાળજું કંપી રહ્યુ છે. આજે પણ દીકરીની યાદ આવતા જ આંખમાંથી અશ્રુઓની નદીઓ વહેવા માંડે છે. જ્યારે રાજ્યના ગૃહ મંત્રીએ મૃતકાને પોતાની બહેન માની ન્યાય અપાવવા આકાશ પાતાળ એક કરીને પણ આરોપીઓને શોધી કાઢવાનું વચન આપ્યુ હોય અને બે વર્ષે પણ માતા ન્યાય માટે રઝળતી રહે, ત્યારે ફરી પીડિતાની માતાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે આશાની નજર સાથે સરકારી વકીલની માંગ કરી છે. જેમાં થકી OASIS સામે કેસ કરી શકે અને દીકરીના મોતનું રહસ્ય ઉકેલી તેને ન્યાય અપાવવા ઝઝૂમી શકે. જોકે માતા દીકરીની ડાયરીમાં જ તેના મોતનું રહસ્ય હોવાનું માની તેની દાયરીની પણ માંગ કરી રહી છે. 


બે વર્ષથી માતા વ્હાલસોયી દીકરીનાં મોતનું કારણ જાણવા કરી રહી છે પ્રયાસ
 નવસારીની દીકરી સાથે બળાત્કાર અને તેના સંદિગ્ધ મોત પ્રકરણમાં બે વર્ષથી ન્યાય માટે સરકાર અને પોલીસ પર આશા રાખીને બેઠેલી માતા તેની દીકરીના મોત પાછળના કારણો જાણવા પ્રયાસો કરી રહી છે. OASIS જેવી સંસ્થા સામે કાર્યવાહી ન થવાથી પણ દુઃખી છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતા બનાવીને આપેલો વિશ્વાસ જાળવી રાખે અને દીકરીને ન્યાય અપાવે એવી આશા મૃતકાની માતા સેવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ