બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Boat incident: Congress Shaktisinh gohil blames the system for this incident

નિવેદન / 'માસૂમોના મોત પાછળ તંત્રની બેદરકારી, આ કારણે બની ઘટના', વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં શક્તિસિંહ ગોહિલે કરી મહત્વની માંગ

Vaidehi

Last Updated: 07:52 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી તળાવમાં બોટ પલટી મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ અત્યંત હૃદયવિદારક છે. જ્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહે ગોહિલે કહ્યું કે " માસુમોના મોત પાછળ તંત્રની બેદરકારી જવાબદાર છે"

  • વડોદરા દુર્ઘટના બાદ કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન
  • ભોગ બનનારાઓને રાહત-સારવાર આપવા નિવેદન
  • જાગૃત નાગરિક સંસ્થાએ 2 વર્ષ પહેલા કરી હતી ફરિયાદ

વડોદરાના હરણી લેક તળાવમાં મોટી દૂર્ઘટના બની. સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને ટીચર પ્રવાસે નિકળ્યાં હતાં. એક બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં માત્ર 11 લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં હતાં. માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા 14ની હતી પણ નિયમોનું ઊલંઘન કરતાં બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યાં હતાં. એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો. જેમાં 10 વિધાર્થીઓનું અને 2 ટીચરનું મોત થયું છે. 13 બાળકો અને 2 ટીચરનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. 

શક્તિ સિંહનું નિવેદન

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહે ગોહિલે ઘટના અંગે  દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, બોટમાં વધુ સંખ્યામાં લોકોને બેસાડતા દુર્ઘટના ઘટી છે. માસુમોના મોત પાછળ તંત્રની બેદરકારી સામે આવી છે. તેમણે કહ્યું કે દુર્ઘટનામાં ભોગ બનનારને સંપૂર્ણ સહાય આપવામાં આવે.

આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે: 
મનીષ દોશીએ કહ્યું કે- " વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.  દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે." 

વધુ વાંચો: માંડલ અંધાપાકાંડ: "આ પ્રકારના ગંભીર ચેપથી આંખની રોશની પણ જઈ શકે" અમદાવાદનાં આંખ સ્પેશિયાલિસ્ટે આપ્યું નિવેદન

2 વર્ષ પહેલાં નોટિસ આપી રજૂઆત થઈ હતી
જાગૃત નાગરિક નામની સંસ્થાએ બે વર્ષ પહેલા રજૂઆત કરી હતી અને સુરક્ષાના સાધનો વિના બોટીંગ ચાલુ ના કરવા માંગ કરી હતી . પી વી મુજાણી (ચેરમેન .જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ) કહ્યું કે," અમે 2 વર્ષ પહેલાં આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે વડોદરા નાગરિક સેવા સદનનાં કમિશ્નરને નોટિસ આપી હતી કે તમે સેફ્ટીનાં સાધનો રાખો.  તેમણે કહ્યું કે જો દુર્ઘટના થાય તો તેનું વળતર કોણ આપશે? આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિ સામે કડકને કડક પગલા ભરાવા જોઈએ અને જે બાળકોને પૂરતો ન્યાય અને વળતર મળે તે અંગે તકેદારી રાખવી જોઈએ."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ