ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Travel / પ્રવાસ / તમારા કામનું / બેગ પેક કરી લેજો! આટલા સસ્તામાં કેરળ ફરવાનો મોકો નહીં મળે, IRCTCનું શારદાર ટુર પેકેજ

તમારા કામનું / બેગ પેક કરી લેજો! આટલા સસ્તામાં કેરળ ફરવાનો મોકો નહીં મળે, IRCTCનું શારદાર ટુર પેકેજ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:51 PM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kerala IRCTC Tour Package: કેરળમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમને દિવાળી પર સસ્તામાં જવાનો મોકો મળી રહ્યો છે.

ADVERTISEMENT

Kerala IRCTC Tour Package: કેરળમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમને દિવાળી પર સસ્તામાં જવાનો મોકો મળી રહ્યો છે. આ પેકેજમાં તમને કેરળની સુંદર વાદિયોમાં ફરવાનો ચાન્સ મળશે. કેરળ તેના લીલાછમ બેકવોટર, શાંત દરિયાકિનારા અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે.

irctc-final

તમને પણ ફરવાનો શોખ છે તો કેરળનો પ્રવાસ તમે સસ્તામાં કરી શકો છો. આઇઆરસીટીસી તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લાવ્યું છે. આ પેકેજ હેઠળ તમે કેરળની સુંદર વાદિયોમાં ફરી કુદરતી સૌદર્યનો આનંદ માણી શકશો. કેરળ તેના લીલાછમ બેકવોટર, શાંત દરિયાકિનારા અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે. તેની કુદરતી સુંદરતા જોવા લાયક છે. તમે કેરળની સુંદરતાને નજીકથી, કોઈપણ મુશ્કેલી વિના અનુભવવા માંગતા હો, તો તમારી બેગ પેક કરવાનો સમય આવી ગયો છે.

આઇઆરસીટીસી ટૂર પેકેજ માત્ર સસ્તું નથી, પરંતુ તમારી સફરને અનુકૂળ બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ પણ આપે છે. આ તમારા માટે પરિવાર, મિત્રો સાથે અથવા તમારા પોતાના માટે કેરળ ફવા જવાની શાનદાર તક સાબિત થઈ શકે છે. ચાલો આ ટૂર પેકેજ વિશે વધુ જાણીએ.

IRCTC  Tour Package

આ આઇઆરસીટીસી ટૂર પેકેજમાં મુસાફરી, હોટેલ રહેવાની વ્યવસ્થા, ખાવાનું અને જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે. આ આઇઆરસીટીસીના ટૂર પેકેજનું નામ KERALA LUSH GREEN HILLS કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ બિહાર / VIDEO : આ નેતાએ તો ભારે કરી પણ, ટિકિટ ન મળતા પોતાનો કુર્તો ફાડી નાખ્યો

આ ટૂર પેકેજ કુલ 3 રાત અને 4 દિવસનો રહેશે. કેરળ ટૂર પેકેજ કોડ SEH048 છે. આ પેકેજમાં વીમો પણ શામેલ છે. ટૂર પેકેજ તમને મુન્નાર, થેક્કડી, કુમારાકોમ અને એલેપ્પી લઈ જશે. આ ટૂર પેકેજ 24 ઓક્ટોબર, 2025 ના કોચીથી શરૂ થાય છે. તમારી મુસાફરી કેબ દ્વારા થશે. ભાડું પણ બજેટ-ફ્રેન્ડલી છે.

આ ટુર પેકેજમાં એકલા યાત્રા કરવા પર તમારે રૂપિયા 37,185 ચૂકવવા પડશે. તમે બે લોકો સાથે મુસાફરી કરો છો તો પ્રતિ વ્યક્તિ ભાડું રૂપિયા 19,120 છે. ત્રણ લોકો સાથે મુસાફરી કરવા માટે પ્રતિ વ્યક્તિ ભાડું 14,805 રૂપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tour Package IRCTC Kerala

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ