ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : આ નેતાએ તો ભારે કરી પણ, ટિકિટ ન મળતા પોતાનો કુર્તો ફાડી નાખ્યો

બિહાર / VIDEO : આ નેતાએ તો ભારે કરી પણ, ટિકિટ ન મળતા પોતાનો કુર્તો ફાડી નાખ્યો

Published By: Nidhi Panchal

Last Updated: 01:52 PM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પટનામાં રાજકીય માહોલ ગરમ થયો... લાલુ પ્રસાદ યાદવના ઘરની બહાર એવો ડ્રામો થયો કે લોકો ચોંકી ગયા! આખી ઘટના હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શું ખરેખર RJDમાં ટિકિટ માટે રૂપિયા લેવામાં આવે છે?

ADVERTISEMENT

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે, શનિવારે પટનામાં એક નાટકીય ઘટના બની. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના 10, સર્ક્યુલર રોડ સ્થિત નિવાસસ્થાનની બહાર ભારે હોબાળો મચી ગયો. મધુબન વિધાનસભા બેઠકના ટિકિટ દાવેદાર મદન શાહ અચાનક ત્યાં પહોંચ્યા અને પોતાનો ગુસ્સો અનોખી રીતે વ્યક્ત કર્યો.

Bihar

મદન શાહે સૌના સમક્ષ પોતાના કુર્તા ફાડી નાખ્યો, જમીન પર સૂઈ ગયા અને જોરથી રડવા લાગ્યા. હાજર લોકોએ આ દ્રશ્યનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી દીધો, જે હવે ધડાધડ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મદન શાહ સ્પષ્ટ કહેતા જોવા મળે છે કે તેમને ટિકિટના બદલામાં પૈસા માંગવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે જ્યારે તેમણે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે પાર્ટીએ તેમની ટિકિટ રદ કરીને ડૉ. સંતોષ કુશવાહાને આપી દીધી.

vtv app promotion

મદન શાહનો આક્ષેપ

મદન શાહે આક્ષેપ કર્યો કે, “હું વર્ષોથી પાર્ટી માટે મહેનત કરી રહ્યો છું, પણ હવે ટિકિટ પૈસા આપનારાઓને આપવામાં આવી રહી છે. સમર્પિત કાર્યકરોને અવગણવામાં આવી રહ્યા છે.” તેમણે RJD રાજ્યસભાના સાંસદ સંજય યાદવ પર પણ ગંભીર આરોપ લગાવ્યો કે તેમણે ટિકિટોની દલાલી કરી અને રૂપિયા લઈને ઉમેદવારો પસંદ કર્યા.

નિવાસસ્થાનની બહાર અફરાતફરી

આ ઘટના બાદ લાલુ-રાબડીના નિવાસસ્થાનની બહાર અફરાતફરી મચી ગઈ. સુરક્ષા કર્મચારીઓએ મદન શાહને ત્યાંથી દૂર કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી. જોકે, RJD તરફથી આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો : ડિલર્સને ધનતેરસ ફળી, આ કંપનીની કાર ધડાધડ વેચાઈ ગઈ, થયું રેકોર્ડબ્રેક વેચાણ

બીજી તરફ, મહાગઠબંધનમાં બેઠકોને લઈને પણ વિવાદ ચાલુ છે. RJD અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચાણ અંગે મતભેદો છે. કેટલીક બેઠકો પર બંને પક્ષે પોતાના ઉમેદવાર ઊભા કર્યા છે. RJD અને મુકેશ સાહનીની વીઆઈપી પાર્ટી વચ્ચે પણ મધેપુરા બેઠકને લઈને તણાવ સર્જાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Election 2025 Lalu Prasad Yadav RJD

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ