બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / usa woman rape 13 year old boy got pregnant not go jail victim mother unhappy

શોકિંગ ન્યૂઝ / 13 વર્ષના છોકરા સાથે સંબંધ રાખી પ્રેગ્નેન્ટ થઈ 31 વર્ષની મહિલા, ગુનો છતાં નહીં થાય જેલ

Malay

Last Updated: 12:56 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા એક 31 વર્ષની મહિલાએ 13 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધતા મહિલા વિરુદ્ધ કોલોરાડોની ફાઉન્ટેન પોલીસે કેસ દાખલ કર્યો છે.

 

  • 13 વર્ષના બાળકથી ગર્ભવતી થઈ 31 વર્ષની મહિલા
  • કોલોરાડોની ફાઉન્ટેન પોલીસે મહિલા સામે નોંધ્યો કેસ
  • પીડિતની માતાએ કહ્યું- મારા દીકરાનું બાળપણ છીનવાઈ ગયું

અમેરિકાના કોલોરાડો રાજ્યમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 31 વર્ષની મહિલાએ ગયા વર્ષે 13 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા વિરુદ્ધ કોલોરાડોની ફાઉન્ટેન પોલીસે યૌન શોષણના આરોપમાં કેસ નોંધ્યો હતો. મહિલાએ પોતાનો ગુનો પણ સ્વીકારી લીધો છે, પરંતુ તેને જેલમાં જવું પડશે નહીં. 

2022માં એક બાળકને આપ્યો હતો જન્મ
એક રિપોર્ટ મુજબ, આરોપી મહિલાનું નામ એન્ડ્રીયા સેરાનો છે. વર્ષ 2022માં એન્ડ્રીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ સમયે તે ગર્ભવતી હતી અને તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો, જે હજુ પણ તેની દેખરેખ હેઠળ છે.

મહિલાએ કર્યો એક કરાર
જોકે, તેના વકીલે પીડિત પક્ષના વકીલ સાથે એક કરાર કર્યો છે. આ કરાર અનુસાર, એન્ડ્રીયા સેરાનો એક યૌન અપરાધી તરીકે રેકોર્ડ પર દાખલ થશે, પરંતુ આ ડીલ તેને જેલમાં જવાથી બચાવે છે. રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રીયાએ આ ડીલ સ્વીકારી લીધી છે. એન્ડ્રીયા સેરાનો પર ફાઉન્ટેન પોલીસે પીડિત બાળકના માતા-પિતાનો ભરોસો તોડવાનો, તેનું યૌન શોષણ અને હુમલો કરવાના આરોપો હેઠળ કેસ દાખલ કર્યો છે. જોકે, પીડિતની માતા આ કરારથી ખુશ નથી. કારણ કે તેમનો દીકરો માત્ર 13 વર્ષનો છે.

મારા દીકરા પાસેથી છીનવાઈ ગયું બાળપણઃ પીડિતની માતા
પીડિતની માતાએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને એવું લાગે છે કે મારા દીકરા પાસેથી તેનું બાળપણ છીનવાઈ ગયું છે. હવે તેને પિતા બનવું પડી રહ્યું છે. તે એક પીડિત છે, અને તેણે આખી જિંદગી તેની સાથે જીવવું પડશે.' 

મહિલા પર દેખાડવામાં આવી રહી છે દયાઃ પીડિતની માતા
તેમનું એવું પણ કહેવું છે, 'મને એવું લાગે છે કે જો તેણી એક પુરુષ હોત અને મારો દીકરો એક નાની છોકરી હોત, તો આ ચોક્કસપણે અલગ કેસ હોત. ત્યારે વકીલ તેના માટે વધુમાં વધુ સજાની માંગ કરી રહ્યા હોત. મને એવું લાગે છે, આરોપી એક મહિલા છે, તેથી તેના પર દયા દેખાડવામાં આવી રહી છે.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ