બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'US-India friendship strongest in the world,' said Biden after PM Modi's visit

ગર્વની વાત / 'હમારી દોસ્તી પહેલે સે અધિક મજબૂત...', બાયડનના ટ્વિટ પર PM મોદીએ કહ્યું 'હું સંપૂર્ણ સંમત'

Megha

Last Updated: 09:03 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે PM મોદી મુલાકાત બાદ દિલ્હી પરત ફર્યા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને એક વીડિયો ટ્વિટ કર્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે-અમેરિકા-ભારત મિત્રતા વર્તમાન યુગમાં સૌથી મજબૂત છે.

  • નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત બાદ દિલ્હી પરત ફર્યા
  • અમેરિકા અને ભારતની મિત્રતા વિશ્વની સૌથી મહત્વપૂર્ણ મિત્રતાઓમાંની એક - બાયડન
  • પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા હતા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની 5 દિવસની મુલાકાત બાદ રવિવારે મોડી રાત્રે દિલ્હી પરત ફર્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ભારત અને અમેરિકાની મિત્રતા પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બાયડને કહ્યું કે અમેરિકા અને ભારતની મિત્રતા વિશ્વની સૌથી મહત્વપૂર્ણ મિત્રતાઓમાંની એક છે. તે પહેલા કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે.

બાયડને એક વીડિયો ટ્વિટ કર્યો હતો
વાત એમ છે કે રવિવારે જ્યારે PMનું પ્લેન દિલ્હીમાં લેન્ડ થવાનું હતું ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને એક વીડિયો ટ્વિટ કર્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે-અમેરિકા-ભારત મિત્રતા વર્તમાન યુગમાં સૌથી મજબૂત છે. તાજેતરના સમયમાં આ વધુ પુષ્ટિ થઈ છે. વડાપ્રધાન મોદીએ પણ બાયડનના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું.  બાયડનના આ ટ્વીટના જવાબમાં વડાપ્રધાન મોદીએ લખ્યું, જો બાયડન હું તમારી સાથે સંપૂર્ણ રીતે સંમત છું. ભારત અને અમેરિકાની મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેનું બળ છે. મારી તાજેતરની મુલાકાતમાં જે બાબતો સામે આવી છે તે આપણા બોન્ડને વધુ મજબૂત કરશે.

પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા હતા 
વડાપ્રધાન મોદી 20-24 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તની સરકારી મુલાકાતે ગયા હતા. તેમણે 24 જૂને તેમની અમેરિકાની સરકારી મુલાકાત પૂરી કરી  હતી. અગાઉ અમેરિકામાં રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસના સાઉથ લૉનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમના સન્માનમાં સ્ટેટ ડિનર અને સ્ટેટ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. PMએ અમેરિકન-ભારતીય ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે પણ બેઠકો યોજાઈ હતી. 

વ્હાઇટ હાઉસે આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે
વ્હાઇટ હાઉસે મોદીની રાજ્ય મુલાકાતને ઐતિહાસિક ગણાવી અને અમેરિકા અને ભારત વચ્ચેની ઊંડી અને ગાઢ ભાગીદારીની પુનઃ પુષ્ટિ કરી. યુ.એસ.એ કહ્યું છે કે આ મુલાકાતે મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતા તેમજ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક તકનીકી ભાગીદારી વધારવાના તેમના સંકલ્પને આગળ વધાર્યો છે.

વિદેશી ભારતીયોના કાર્યક્રમમાં પણ સામેલ
ઇજિપ્તની ઉડાન ભરતા પહેલા પીએમ મોદીએ વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા. પીએમે તેમના વિદાય ભાષણમાં આ યાત્રાની સરખામણી જમ્યા પછીની મીઠાઈ સાથે કરી હતી. ઇજિપ્ત પહોંચીને પીએમ મોદીએ ત્યાંના નેતાઓ અને વિદેશી ભારતીયો સાથે સંબંધિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ