અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ ફેશન સેન્સ માટે ઓળખાય છે. હંમેશા રિવીલિંગ કપડાં પહેરતી ઉર્ફીએ ફરી એક વખત પોતાના અંદાજમાં ચાહકોને ઘાયલ કરી દીધા છે.
ફરી એક વખત ઉર્ફી જાવેદનો બોલ્ડ અંદાજ સામે આવ્યો
ઉર્ફીના બોલ્ડ અંદાજથી તેના ચાહકો થયા ઘાયલ
ડ્રેસનો એક ભાગ એટલો નીચે ઉતર્યો કે દેખાયા અંડર ગારમેન્ટ
ઉર્ફીનો બોલ્ડ લુક
ઉર્ફી જાવેદે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર અમુક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરમાં ઉર્ફીએ લાલ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની રસપ્રદ વાત એ હતી કે ઉર્ફીના શરીર પરથી આ ડ્રેસ નીચે ઉતરી રહ્યો હતો.
ઉર્ફી જાવેદ ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી છે. તેનો જન્મ 15 ઓક્ટોબર 1996ના રોજ થયો છે. ઉર્ફીની ઉંમર ભલે 25 વર્ષ છે. પરંતુ તેના બોલ્ડ અંદાજથી કેટલાય પાણી-પાણી થઇ જાય છે.
વર્ષ 2016માં ઉર્ફીએ ટીવી દુનિયામાં પગરણ માડ્યા હતા. તે 'બડે ભૈયા કી દુલ્હનિયા' શોમાં અવની પંતના પાત્રમાં જોવા મળી. તેણે 'ચંદ્ર નંદિની' શોમાં છાયાના રોલથી પ્રસિદ્ધી મેળવી અને 'મેરી દુર્ગા'માં આરતીના પાત્રથી ઘરે-ઘરે ઓળખ મેળવી.
વર્ષ 2020 ઉર્ફી માટે ખૂબ યાદગાર રહ્યું છે. તે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં શિવાની ભાટીયાના પાત્રમાં કામ કર્યુ. જ્યારે 'કસૌટી જિંદગી કે 2'માં તે તનીષા ચક્રવર્તીના પાત્રમાં જોવા મળી.