બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed left home at age of 17 actress father beaten till unconscious

આપવિતી / 'મારા પિતા મને બહુ..' હોટ અદાથી જુવાનિયાને ઘાયલ કરતી ઉર્ફીએ ખોલ્યા અંગત રાજ, 'ઈજ્જત'થી કહી દર્દભરી કહાની

Bijal Vyas

Last Updated: 09:49 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ બિગબોસ ઓટીટીમાં આવ્યા બાદ ખૂબ જ પોપ્યુલર બની છે, એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની બાળપણ અને કિશોર અવસ્થા વિશે અનેક ખુલાસા કર્યા

  • પોર્ન સાઈટ પર ઉર્ફીનો ફોટો અપલોડ થયો ત્યારે તે માત્ર 15 વર્ષની હતી
  • પિતાએ કહ્યું કે પોર્ન સાઇટના લોકો આ માટે તેમની પાસેથી 50 લાખ રૂપિયાની માંગ કરી
  • અંતે ઉર્ફી 17 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઇ

એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ બિગબોસ ઓટીટીમાં આવ્યા બાદ ખૂબ જ પોપ્યુલર બની ગઇ છે. તે ટીવી અને ઇન્ટરનેટની દનિયાનો જાણીતો ચહેરો છે. ઉર્ફી જાવેદ તેના અતરંગી આઉટફિટ્સ માટે જાણીતી છે. આ કારણે એક્ટ્રેસ ઘણીવાર લોકોના નિશાના પર આવે છે.  ઉર્ફીએ એક નાના શહેરમાંથી આવીને પોતાનું નામ કર્યુ છે પરંતુ તેનુ બાળપણ અને કિશોર અવસ્થા ખુબ જ ખરાબ હતી. 

આ મામલે ઉર્ફી જાવેદે જણાવ્યું કે જ્યારે કોઈએ પોર્ન સાઈટ પર તેનો ફોટો અપલોડ કર્યો ત્યારે તે માત્ર 15 વર્ષની હતી. ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો, 'મેં મારી ફેસબુક પ્રોફાઇલ પર ટ્યુબ ટોપ પહેરેલો મારો ફોટો મૂક્યો હતો. કોઈએ ત્યાંથી આ ફોટો ડાઉનલોડ કરીને તેને એડિટ કર્યા વગર પોર્ન સાઈટ પર મૂકી દીધો. થોડા સમય પછી મને આ વિશે ખબર પડી.

પહેલાં બીમાર અને પછી પોલીસ ઉઠાવી ગઇ, દુબઇ જતા જ ઉર્ફી જાવેદના થયા જોવાજેવાં  હાલ! | urfi javed detained in dubai for allegedly filming a video in public

ઉર્ફીએ કહ્યું, 'મેં આ વાતની અવગણના કરી કારણ કે તે સમયે હું કંઈ કરી શકતી નહોતી. પછી ધીરે ધીરે મારા પરિવારના સભ્યોને તેની જાણ થઈ. મારો પક્ષ જાણ્યા વગર તેઓ મને દોષ આપવા માંડ્યા. મારા પિતાએ મને કહ્યું કે હું પોર્નસ્ટાર છું. તેણે પોતે પણ ફોન કરીને અમારા બધા સંબંધીઓને આ અંગે જાણ કરી હતી. તે આ બધું કરીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 


જ્યારે હું વારંવાર પૂછતી હતી કે જો મારો ફોટો અહીં છે તો વીડિયો ક્યાં છે? કોઈ મારા પર વિશ્વાસ કરી રહ્યું ન હતું, બધા મને દોષી ઠેરવી રહ્યાં રહ્યા હતા. મને વિક્ટિમ બનાવવામાં આવી રહી હતી. તે મને સતત મારી રહ્યાં હતા.

દુબઈમાં ધરપકડ મામલે Urfi Javed એ તોડ્યું મૌન, કહ્યું 'પોલીસ આવી હતી પણ..',  કપડાં સાથે કનેક્શનને જાકારો | urfi javed says police arrived to stop her  shoot in dubai but it was


ઉર્ફીએ વધુમાં કહ્યું, 'સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે મારા પિતાએ તેમના સંબંધીઓને ફોન કરીને સહાનુભુતિ મેળવવા માટે કહેતા હતા કે હું એક પોર્ન સ્ટાર છું. મારા પિતાએ કહ્યું કે પોર્ન સાઇટના લોકો આ માટે તેમની પાસેથી 50 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા છે. 

મને વિશ્વાસ થતો ન હતો કે એક પિતા પોતાની દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે. કોઈએ મારો ફોટો મૂક્યો ત્યારે મારો શું વાંક હતો? એ લોકો મને કેમ મારતા હતા? હું પોતે જ પીડિત હતી પરંતુ તે કંઇ માનવા કે સાંભળવા તૈયાર જ ન હતા. 

ના હોય! ચોરીછુપે આ શખ્સ કરી રહ્યો હતો એવી હરકત કે ભડકી ઉર્ફી જાવેદ? રંગેહાથ  પકડાતા જ જુઓ કર્યા કેવાં હાલ! | urfi javed get angry and fight on set with a

ઉર્ફીએ વધુમાં જણાવ્યું કે, મેં લગભગ 2 વર્ષ સુધી આ બધું સહન કર્યું, પરંતુ જ્યારે પરિવાર અને સંબંધીઓની અપમાન કરવા લાગ્યા ત્યારે પછી હું જ્યારે 17 વર્ષની ઉંમરે હું મારા ઘરેથી ભાગી ગઇ. ઉર્ફી પોતાની બહેન સાથે ઘરેથી ભાગીને લખનઉ શિફ્ટ થઇ ગઇ. ત્યાં તેણે બાળકોને ભણાવીને પોતાનો ખર્ચ ઉઠાવ્યો. 

ઉર્ફી જાવેદ બાદમાં દિલ્હી આવી ગઇ અને અલગ અલગ દોસ્તોના ઘરમાં રોકાઇ. પછી એક કોલ સેન્ટરમાં નોકરી પણ કરી. આ નોકરીમાં તેને કોઇ રસ ના હતો. ત્યાર બાદ તે મુંબઇ આવી અને અલગ-અલગ રોલ માટે ઓડિશન આપવાના શરુ કર્યા. ત્યાં અમુક ટીવી સિરિયલ માં તેને નાના-મોટા રોલ મળવાના શરુ થયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ