બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / UPI Payments news now you can withdraw cash from upi

તમારા કામનું / UPI હવે ATM જેવુ કામ કરશે! ઉપાડી શકાશે કેશ: વીડિયો પરથી જાણો સમગ્ર પ્રોસેસ

Arohi

Last Updated: 01:52 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Withdraw Cash From UPI: UPI ATMનો ઉપયોગ કરવા માટે કાર્ડની જરૂર નથી પડતી. બસ QR કોડ સ્કેન કરી પૈસા ઉપાડી શકાય છે. ગુરૂવારે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે તેના સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે.

  • UPIથી હવે કેશ પણ વિડ્રો કરી શકાશે 
  • જાણો શું છે UPI ATM 
  • QR કોડ સ્કેન કરી ઉપાડો પૈસા 

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIથી હવે કેશ પણ વિડ્રો કરી શકાશે. મુંબઈમાં ચાલી રહેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં UPI ATM દર્શાવવામાં આવ્યું. આ UPI ATMનો ઉપયોગ કરવા માટે કાર્ડની જરૂર નથી પડતી. બસ QR કોડ સ્કેન કરી પૈસા ઉપાડી શકાય છે. ગુરૂવારે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે તેના સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે. 

જાણો કઈ રીતે કામ કરે છે UPI ATM
આ ATMને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ડેવલોપ કર્યું છે. UPI ATM એક રેગ્યુલર ATM જેવું કામ કરે છે. નવું UPI ATM હાલ ફક્ત BHIM UPI એપને સપોર્ટ કરે છે. પરંત આ જલ્દી જ ગુગલ પે, ફોન પે અને પેટીએમ જેવી અન્ય એપ પર પણ લાઈવ થસે. આ ટેક્નોલોજીને અલગ અલગ ચરણોમાં રોલઆઉટ કરવામાં આવી રહી છે. 

કઈ રીતે કરે છે કામ? 

  • ATM મશીન પર UPI કાર્ડલેસ કેશને સિલેક્ટ કરો. 
  • 100, 500, 1000, 2000, 5000, જેવી એમાઉન્ટ સિલેક્ટ કરો. 
  • ATM પર QR ડોડ ડિસ્પ્લે થશે. એપને સ્કેન કરો. 
  • UPI પિન દાખલ કરો. હવે કેશ બહાર આવી જશે. 

ATMને 'મની સ્પોટ UPI ATM' નામ આપ્યું 
જાપાનની એક કંપની હિતાચીએ પણ આવું ATM બનાવ્યું છે. આ ATMને મની સ્પોટ UPI ATM નામ આપવામાં આવ્યું છે. દેશભરમાં તેના 3000થી વધારે લોકેશન પર ATM છે. હિતાચી પેમેન્ટ સર્વિસ એકમાત્ર વાઈટ લેબલ ATM એટલે કે WLA ઓપરેટર પણ છે. 

જે કેશ ડિપોઝિટ ફંક્શન પણ આપે છે. ATM મશીનનો ઉલ્લેખ ઓનરશિપ, મેન્ટેન્સ અનો ઓપરેશનની જવાબદારી કોઈ નોન-બેંકિંગ સર્વિસ પ્રોવાઈડરની પાસે હોય છે તેને WLA કહેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ