બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / upi benefits so many users do not know about these features of upi

તમારા કામનું / UPIના આ ફિચર વિશે નહીં જાણતા હોવ તમે, આજથી જ કરો તેનો ઉપયોગ થશે મોટો ફાયદો

Arohi

Last Updated: 11:53 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Benefits: UPIએ યુઝર્સ માટે નાણાકીય લેવડદેવડને ખૂબ સરળ બનાવી દીધી છે. જોકે હજુ ઘણા લોકો છે જે તેનો ઉપયોગ કરે તો છે પરંતુ બધી સુવિધાઓ વિશે નથી જાણતા. પરંતુ તે તમને ખૂબ જ ફાયદો કરાવી શકે છે.

  • UPIના આ ફિચરથી ઘણા લોકો અજાણ 
  • આ ફિચરથી થશે મોટો ફાયદો 
  • આજથી જ કરો ઉપયોગ 

હાલના સમયમાં સતત લોકો ઓનલાઈન પેમેન્ટ્સ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરે છે. આ એક ખૂબ જ લોકપ્રિય મોબાઈલ પેમેન્ટ મેથડ છે જે તમને તરત એક એકાઉન્ટથી બીજા બેંક એકાઉન્ટમાં કોઈ પણ ચાર્જ વગર પૈસા મોકલવાની સુવિધા આપે છે. પરંતુ UPIનો ઉપયોગ કરનાર લોકોમાંથી ઘણી લોકો તેના બધા ફિચર્સ વિશે નહીં જાણતા હોય. 

જણાવી દઈએ કે UPIની સુવિધા શરૂ થવાથી લઈને અત્યાર સુધી તેમાં ઘણા અપડેટ્સ આવ્યા છે અને તેને વધારે યુઝર ફ્રેન્ડલી અને સિક્યોર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  

ફક્ત ફોન નંબરથી મોકલી શકાય છે પૈસા 
પહેલા UPI દ્વારા તમે ફક્ત એ લોકોને પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા જેમની UPI આઈડી તમારી પાસે હતી. ત્યાં જ ફોન નંબર દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા ફક્ત એક જેવા UPI એપ હોવા પર મળતી હતી. 

પરંતુ હવે તમે કોઈ પણ એપની UPI આઈડી પર ફક્ત ફોન નંબર દ્વારા પૈસા મોકલી શકો છો. જોકે તેના માટે તે ફોન નંબરનું UPI સાથે લિંક હોવું જરૂરી છે. 

ઓટો પેમેન્ટની સુવિધાઓ પણ છે ઉપલબ્ધ 
UPI તમને ઓટો પેમેન્ટની સુવિધા પણ આપે છે. તમે પોતાના ક્રેડિટ કાર્ડને ઓટો-પેમેન્ટના ઓપ્શનના રૂપમાં સેવ કરીને રાખી શકો છો. તેનાથી દર મહિને એક નિશ્ચિત રકમ ડેબિટ કરવા માટે તમારી પાસે પહેલી જ પરવાનગી લેવામાં આવે છે. 

પછી જ્યારે પેમેન્ટ કરવામાં આવે છે તો તમારા કાર્ડથી પોતાની જાતે જ તે પેમેન્ટ થઈ જશે. આ ફિચરનો ઉપયોગ તમે પોતાના ઓટીટી સબ્સક્રિપ્શન, બિલ પેમેન્ટ વગેરે જેવી વસ્તુઓ માટે કરી શકો છો. 

UPIથી લઈ શકાય છે આઈપીઓ મેમ્બરશિપ 
જ્યારે પણ કોઈ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ હોય છે અથવા જ્યારે તેમનો IPO ખુલે છે તો તમે તેના પહેલા UPI એપ્સના માધ્યમથી રિટેલ રોકાણના રૂપમાં UPIમાં ભાગીદારી લઈ શકો છો. 

તેના ઉપરાંત UPIમાં નવા અપડેટ્સ આપતા UPI લાઈટ અને રૂપે ક્રેડિટ કાર્ડ ઓન UPI જેવા ફિચર્સ પણ લાવવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ