બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unseasonal rain is falling in Junagadh. Pilgrims are returning from Parikrama due to rain.

જૂનાગઢ / ભારે પવન અને કરા સાથે ગિરનારમાં વરસાદ: લાખો લોકો પરિક્રમા રૂટ પર હજારો પર્વતની ઉપર, તંત્રની વ્યવસ્થાના નામે મીંડું-લોકો હેરાન પરેશાન

Dinesh

Last Updated: 01:21 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news: જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વરસાદ પડવાના લીધે પરિક્રમામાંથી યાત્રિકો પરત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઇ સહાય કે મદદ હજુ સુધી પહોંચાડવામાં આવી નથી.

 

  • જૂનાગઢમાં કમોસમી વરસાદ 
  • પરિક્રમામાંથી યાત્રિકો પરત થઈ રહ્યા છે
  • લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો
junagadh Unseasonal rain: રાજ્યમાં કમોસમી વરસાદની મુસીબત શરૂ થઈ છે. આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યાંક પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક કરા પડ્યા છે. જો કે, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મુશ્કેલીનો માવઠો છે. ત્યારે જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે લાખો લોકો પરિક્રમા રૂટમાં હોવા છતા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી હાલાકીનો સામનો કરી રહ્યાં છે. 

તંત્રની વ્યવસ્થાના નામે મીંડું
જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડવાના લીધે પરિક્રમામાંથી યાત્રિકો પરત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઇ સહાય કે મદદ હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. પવન સાથે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી હોવા છતાં તંત્ર બેદરકાર હોય તેવું યાત્રિકગણ જણાવી રહ્યાં છે

બરફના કરા સાથે વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સવારથી ભારે પવન સાથે કરાનો વરસાદ થઈ રહ્યો છે. ગિરનાર ઉપર વીજળીના કડાકા ભડાકા સાથે કરાનો વરસાદ ખાબકી રહ્યો છે. વહેલી સવારથી ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં પરિક્રમા કરી રહેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.અત્રે જણાવીએ કે, અહી બરફના કરા સાથે ભારે પવન ફૂંકાયો છે

રોપ વે પણ બંધ
ગિરનાર પર ભારે વરસાદથી હજારો યાત્રીઓ ફસાયા છે. અચાનક મોસમ એ લીધેલ બદલાવના કારણે યાત્રીકોને મુશ્કેલી પડી રહી છે. ગિરનાર પરિક્રમા કર્યા બાદ યાત્રિકો ગિરનાર ચડે છે. મુસાફરો વરસાદથી બચવા કોઈ સુવિધા ન હોવાથી મંદિરોમાં આશરો લઇ રહ્યા છે. ઠંડી સાથે વરસાદ યાત્રિકોની મજા બગાડી રહ્યો છે. ગિરનાર રોપ વે પણ બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં માં પણ તકલીફ પડી રહી છે. વૃદ્ધો અને નાના બાળકો પણ સાથે હોય યાત્રિકો ચિંતામાં મુકાયા છે. પોલીસ જવાન પણ રોપ વે ચાલુ ન હોવાથી ફરજ પર પહોંચી શક્યા નથી.

 

ખેતી પાકને નુકશાન 
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ધાણા, ચાણા, ડુંગળી, જીરું જેવા વાવેતર કરેલ પાકને નુક્શાન થવા પામ્યું છે. માળીયા હાટીના તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં નુક્શાન થવા પામ્યું છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ