બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unjha MLA Ashaben Patel's funeral in Siddhpur today, supporters including leaders will join the funeral procession

અલવિદા / આજે સિદ્ધપુરમાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની અંતિમવિધિ, નેતાઓ સહિત સમર્થકો અંતિમયાત્રામાં જોડાયા

Kiran

Last Updated: 11:09 AM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઊંઝામાં આશાબેનની અંતિમયાત્રા નીકળી, અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામા આવી છે.

  • ઊંઝામાં આશાબેનની અંતિમયાત્રા નીકળી
  • નેતાઓ સહિતના લોકો અંતિમયાત્રામાં જોડાશે
  • સિદ્ધપુરમાં કરવામાં આવશે અંતિમવિધિ

ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલની આજે અંતિમ યાત્રા નીકળશે, ગઈ કાલે તેઓનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ડેન્ગ્યૂમાં મલ્ટી ઓર્ગન ફેલ થવાને કારણે આશાબેન પટેલનું અવસાન થયું હતું. ત્યારે આજે સિદ્ધપુરમાં આશાબેન પટેલની અંતિમવિધિ કરવામા આવશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામા આવી છે. 



 

ઊંઝામાં આશાબેનની અંતિમયાત્રા નીકળશે

આજે સવારે ઊંઝાથી આશાબેનના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ લાવવામાં આવ્યો છે અને ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામા આવશે. મહત્વનું છે કે વિશોળ ખાતે આશાબેન પટેલના અંતિમ દર્શન કર્યા હતા અને નેતાઓ સહિત મોટી સંખ્યમાં લોકો અંતિમ યાત્રામાં જોડાશે. રાઘવજી પટેલ અને જગદીશ પંચાલે પુષ્પાંજલી કરીને અર્પણ શોક પણ વ્યક્ત કર્યો હતો. 

નેતાઓ સહિતના લોકો અંતિમયાત્રામાં જોડાશે

મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. જે બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા APMCમાં અંતિમ દર્શન લાવવમાં આવ્યો હતો જ્યાં પાર્થિવદેહના દર્શન મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને અંતિમ દર્શન કર્યાં હતાં.

સિદ્ધપુરમાં કરવામાં આવશે અંતિમવિધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડૉ.આશા બહેન પટેલના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી ડો.આશા બહેનના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રવિવારે ઊંઝા પહોંચ્યા હતા અને સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે  ડૉ.આશાબહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી હતી. સ્વ.આશા બહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી હતી.

સિદ્ધપુરમાં કરવામાં આવશે અંતિમ વિધિ

અહીં ઉલ્લેખનિય છે કે સિદ્ધપુરમાં થનારી અંતિમવિધિમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુત તેમજ ધારાસભ્યઓ સહિત મોટી સંખ્યામાં અગ્રણી મહેમાનો અગ્નિ સંસ્કાર સમય ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ