બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unique effort in Paswada village of Junagadh, Drums played for alcoholism

દારૂ'બંધી' / સરપંચની પહેલઃ મીની દીવ બની ગયેલા ગામને સુધારવા માટે અનોખો પ્રયાસ, ઢોલ વગાડીને આપી દીધી ચેતવણી

Vishnu

Last Updated: 11:09 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઢોલ વગાડતા ભાઈએ કહ્યું સાંભળો ભાઈઓ સાંભળો.પસવાડા ગામમાં દારૂ પીવાનો નહીં. અને દારૂ ઉતારવાનો નહીં. સરપંચનો આદેશ છે. સરપંચ નહીંતર કાયદેસર કાર્યવાહી કરશે.

  • જૂનાગઢના પસવાડા ગામે અનોખો પ્રયાસ
  • દારૂબંધી માટે વગાડ્યું ઢોલ
  • સરપંચે ઢોલ વગાડી આપી ચેતવણી
  • ઢોલ વાગ્યા પછી બંધ થઈ ગયું દારૂનું દૂષણ

દારૂબંધીની વોત વચ્ચે આજે જૂનાગઢ જિલ્લાના એક એવા ગામની વાત કરવી છે.  જે મીની દીવ તરીકે ઓળખાય છે.  અને ત્યાં યુવાનોને એવી દારૂની લત્તા લાગી હતી.  કે, ગામમાં ભરજવાનીમાં વિધવા બનેલી મહિલાઓની સંખ્યા વધું છે.  પરંતુ આજે આ ગામના સારા દિવસો આવ્યા છે.  કારણ કે, ગામના સરપંચને જ ગામમાં ઢોલ વગાવવો પડ્યો છે.  અને શેરીએ. શેરીએ 'મિની દીવ બની ગયેલા મારા ગામમાં હવે પીવાવાળાની ખેર નથી' તેવો સાદ પડાવ્યો છે.  ત્યારે ક્યાં આવેલું છે આ ગામ. અને કેવી રીતે ત્રણ ચોપડી ભણેલ સરપંચ નકિળ્યા છે ગામને સુધારવા આવો જોઈએ.  

વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ દારૂ બંધ કરાવવા વાગ્યે રે ઢોલ.    
ઠંઠોરો પીડવાની ઘટના તો હવે ભૂતકાળ બની ગઈ છે.  પરંતુ શોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ ફરી એકવાર ચર્ચા જગાડી છે.  કારણ કે, આ વીડિયો ગુજરાતના મિની દીવ તરીકે જાણીતા બનેલા પસવાડા ગામની છે.  જ્યાં દારૂના દૂષણે ઘરે-ઘરે યુવાનોનું જીવન બર્બાદ કરી નાખ્યું છે.  700 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 20 થી વધુ મહિલાઓ વિધવા છે.  અને તે પાછળનું કારણ દારૂ જ છે.  કારણ કે, પસવાડા ગામમાં દારૂનું દૂષણ એટલું વધી ગયું છે કે, દારૂ પીવાવાળા, દેશીદારૂ બનાવવા વાળા અને દારૂ ઉતારવાળાઓ વધી ગયા હતા.  જેના કારણે યુવાનો ખોટા રસ્તો ચડી રહ્યા છે.  અને નાની ઉમરમાં જ મોતને ભેટી રહ્યા છે.  તેવામાં ગામના નવા ચૂંટાયેલા સરપંચ જયશસહ ભાટીએ દારૂબંધીનો ઢંઢેરો પીટાવી. ગામમાં કડક પણે દારૂબંધી લાગું કરી છે.    

પસવાડામાં વિધવાઓનું પ્રમાણ વધુ મીનિ દીવ તરીકે ગામની પડી ગઈ છાપ! 
જૂનાગઢથી 40 કિલોમીટર દૂર ગીરના જંગલમાં આવેલું આ છેવાડાનું ગામ છે. ગામના સરપંચનો વીડિયો સામે આવતા જ વીટીવી ન્યૂઝની ટીમ ગામમાં પહોંચી.  તો જાણવા મળ્યું કે, નાની ઉમરના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામવા માંડયા છે.  જેથી તેમના પરિવારો અને નાના બાળકો રઝડી પડે છે.  જોકે અમારી ટીમે સૌથી પહેલા તો આવા જ એક પરિવારની પણ મુલાકાત લીધી.  જેમના ઘરમાંથી જવાન દીકરો દારૂના કારણે મૃત્યું પામ્યો હતો.    

નવા સરપંચની નવી પહેલ
મીનિ દિવ બની ગયેલા પોતાના ગામને સુધારવાની હિંમત ત્રણ ચોપડી ભણેલા ગામના નવા સરપંચ જયસિંહ ભાટીએ કરી છે.  તેમના મતે ન માત્ર પસવાડા જ.  પરંતુ તેની આસપાસના કરિયા, સમતપરા, માલીડા સહિતના ગામડાઓમાં દારૂની બદી ફેલાઈ છે.  અને તેને દૂર કરવા માટે પોતાના ગામની જ તેમણે આ શરૂઆત કરી છે.  જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે.  ત્યાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ વધું છે.  તેવામાં પોતે તો ન ભણી શક્યા.  પરંતુ ગામના છોકરાંઓ સારું શિક્ષણ મેળવે તે માટે   સરપંચ રાત્રી શાળા પણ ચલાવે છે.  આમ પોતાના ગામમાં સંપૂર્ણ દારૂબંધી જાહેર કરીને સરપંચે નવી પહેલ શરૂ કરી છે.  અને આવનાર પેઢીને શિક્ષણના પાઠ ભણાવી રહ્યા. 

જનતાના સવાલ?

  • દારૂબંધી હોવા છતાં ગુજરાતના ગામડાઓમાં દારૂ ક્યાંથી આવે છે? 
  • કોની પરવાનગીથી અંતરિયાળ ગામડાઓમાં દેશી દારૂના અડ્ડા ધમધમે છે? 
  • કોણ યુવાનોનું જીવન બર્બાદ કરી રહ્યું છે? 
  • શું ગુજરાતનું ગામડું મિની દીવ બની જાય ત્યાં સુધી પોલીસને ખબર નથી પડતી?   
  • આ પહેલાના સરપંચોએ કેમ કોઈ કડક પગલા ન ભર્યા?   
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ