બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah was present at the Hindu Dharma Sabha in Ahmedabad

ગંભીર મુદ્દો / અમદાવાદમાં હિન્દૂ ધર્મસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર, આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

Vishal Khamar

Last Updated: 10:52 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. ત્યારે RSSના વડા મોહન ભાગવતની અધ્યક્ષતામાં સંત સંમેલન યોજાયું હતું.

  • હિન્દૂ ધર્મ આચાર્ય સભામાં 4 મુદ્દે થઈ ચર્ચા
  • બૉલીવુડમાં ફેલાઈ રહેલી અશ્લીલતા મુદ્દે થઈ ચર્ચા
  • યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા અંગે પણ થઈ ચર્ચા

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલનનું યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અમદાવાદમાં શિવાનંદ આશ્રમમાં હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ ધર્મસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.  સભામાં સંઘ સરસંચાલક મોહન ભાગવત પણ હિન્દુ ધર્મસભામાં હાજર રહ્યા હતા. ત્યારે હિન્દુ આચાર્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ હતી. તેમજ દેશની શાંતિ, સૌહાર્દથી લઈ વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. 

દેશભરમાંથી સંતોએ સંમેલનમાંથી ભાગ લીધો હતો
હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજીત સંત સંમેલનમાં દેશભરના સંતો ભાગ લીધો હતો. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી  હતી. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો. તેમજ દેશભરમાંથી સંતો સંમેલનના ભાગ લીધો હતો. સંતો સાથે મોહન ભાગવતે ગુપ્ત બેઠક પણ યોજી હતી. 

હિન્દુ ધર્મ આચાર્ય સભામાં 4 મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ
આજે શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ ધર્મ આચાર્ય સભા યોજાઈ હતી. ત્યારે હિન્દૂ ધર્મ આચાર્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ હતી. જેમાં દેશની શાંતિ અખંડીતતા અને સૌહાર્દ મુદ્દ પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ ધર્મ આચાર્ય સભામાં 4 મુદાઓ મામલે મહત્વપૂર્ણ ચર્ચા થઈ.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને RSS વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. 

આ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ

  • બૉલીવુડ માં ફેલાઈ રહેલી અશ્લીલતા.
  • યુનિફોર્મ સિવિલ કોડ જલ્દી લાગુ કરવામાં આવે.
  • જન સંખ્યા નિયંત્રણ કરવા માટે ના પગલાં
  • હિન્દૂ મંદિરો ના  પૈસા ફક્ત  હિંદુઓ માટે જ વાપરવા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ