બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Under this scheme of Modi government, women will get benefit of two lakhs

તમારા કામનું / મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ: સરકારની આ યોજના અંતર્ગત થશે બે લાખનો ફાયદો

Priyakant

Last Updated: 04:45 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા સન્માન બચત પત્રમાં બે વર્ષ માટે બે લાખ રૂપિયા જમા કરી શકો છો અને જરૂર પડ્યે તેને ઉપાડી પણ શકો છો

  • મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ
  • મહિલા સન્માન બચત પત્રની શરૂઆત 
  • બે લાખ સુધીનું ટેક્સ ફ્રી રોકાણ થશે
  • 2025 સુધી 2 લાખ જમા કરે તો 7.5 ટકાના દરે વ્યાજનો લાભ

કેન્દ્ર સરકારે બજેટમાં કરેલી જાહેરાત મુજબ હવે મહિલાઓ માટેની યોજનાઓ બહાર પાડવામાં આવી છે. સરકારે અત્યાર સુધી મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, પરંતુ મહિલા સન્માન બચત પત્ર એક અલગ વસ્તુ છે. સરકારે મહિલાઓને સશક્ત બનાવવા માટે દેશભરની સ્ત્રીઓને એક ખાસ ભેટ આપી છે. સરકારે જણાવ્યું કે, હવેથી મહિલાઓને બે લાખનો ફાયદો થશે.

આ યોજનામાં જો કોઈ મહિલા અથવા છોકરી 2025 સુધી આ યોજનામાં 2 લાખ રૂપિયા જમા કરાવે છે, તો તેમને 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળશે. ખાસ વાત તો છે કે, આ બચત પર કોઇ ટેક્સ લાગતો નથી. તમે આ સ્કીમમાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. મહિલા સન્માન બચત પત્રનો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે.

 

Indian currency (File Photo)

આ લાભ લેવા શું કરવું પડશે ? 
આ માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં જાઓ અને ત્યાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. આમાં લોકો ઓનલાઈન પણ અરજી કરી શકશે. મહિલા સન્માન બચત પત્ર મેળવવા માટે મહિલાના નામ પર આધાર કાર્ડ, પાન કાર્ડ હોવું જરૂરી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જોઈએ. મહિલાને ફોર્મ ભરતી વખતે OTP આપવા માટે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડી શકે છે.

Indian currency (File Photo)

મહિલા સન્માન બચત પત્રમાં બે વર્ષ માટે બે લાખ રૂપિયા જમા કરી શકો છો અને જરૂર પડ્યે તેને ઉપાડી પણ શકો છો. જેમાં તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ યોજનામાં વ્યાજ સારું મળે છે, જોકે તેમાં રોકાણની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે જો કોઈ મહિલા તેમાં વધુ પૈસા રોકવા માગતી હોય તો તે કરી શકતી નથી. આ સિવાય આ બે વર્ષની સેવિંગ સ્કીમ હશે. તો આ સ્કીમમાં 2025  સુધી જ રોકાણ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ