બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / uddhav thackeray govt shivsena mlas touch with bjp maharashtra assembly in figures

રાજકારણ / શું ઉદ્ધવ સરકાર પડી જશે? ભાજપ સરકાર બનાવી શકશે કે નહીં,જાણો આંકડાકીય ગણિત

Dhruv

Last Updated: 04:37 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં શિવસેના (Shivsena) ના નેતા એકનાથ શિંદેએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બળવાખોરી કરતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે શું કહે છે મહારાષ્ટ્ર વિધાનસભાનું ગણિત?

  • મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ
  • શિવસેનાની સરકાર પર ખતરો મંડરાતા મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ
  • જુઓ મહારાષ્ટ્રમાં ક્યાંથી ખેલ શરૂ થયો?

પહેલાં રાજ્યસભા અને હવે MLC ચૂંટણીમાં ઝટકો લાગ્યા બાદ મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ ઘેરાઇ રહ્યાં છે. કારણ કે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે સુરત આવી પહોંચ્યા છે. એવામાં શિવસેનાની સરકાર પર ખતરો મંડરાતા મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે શું કહે છે મહારાષ્ટ્ર વિધાનસભાનું ગણિત, કેવી રીતે ભાજપને તેનો ફાયદો થશે તે અહીં વિગતે સમજીએ....

જુઓ ક્યાંથી ખેલ શરૂ થયો?

મહારાષ્ટ્રમાં રાજકીય ખેલ રાજ્યસભા ચૂંટણીથી શરૂ થયો હતો. અહીં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં 113 ધારાસભ્યોના સમર્થનવાળી ભાજપને 123 વોટ મળ્યા હતાં. ત્યાર બાદ MLC ચૂંટણીમાં તેની તાકાત વધારે વધતી જોવા મળી હતી. સોમવારના રોજ યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 134 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે અને ભાજપ અહીં વિધાન પરિષદના પોતાના તમામ પાંચેય ઉમેદવારો જીતવામાં સફળ રહ્યાં. તેનાથી વિપરીત, શિવસેનાને પોતાના 55 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સમર્થન હોવા છતાં માત્ર 52 મત મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી બાદ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ મહાવિકાસ અઘાડી સરકારમાં સામેલ પક્ષોના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. વિધાનસભામાં ભાજપના 106 ધારાસભ્યો છે. અપક્ષો સહિત આ સંખ્યા 113 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ તેઓને રાજ્યસભાની ચૂંટણીમાં 123 વોટ મળ્યા અને MLCની ચૂંટણીમાં 134 વોટ મળ્યા હતા. આ રીતે એકનાથ શિંદેએ ખુલ્લેઆમ વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની સામે રાજકીય સંકટ ઊભું થયું છે.

જુઓ શું છે મહારાષ્ટ્ર વિધાનસભાનું આંકડાકીય ગણિત?

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો હતી. આથી સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. પરંતુ શિવસેનાના એક ધારાસભ્યનું અવસાન થતા હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં 287 સીટો જ બાકી છે અને એવામાં સરકાર બનાવવા માટે એટલે કે બહુમતી માટે 144 ધારાસભ્યોની જરૂર છે. બળવા પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીને 169 ધારાસભ્યોનું સમર્થન હતું, જ્યારે ભાજપ પાસે 113 ધારાસભ્યો અને વિપક્ષમાં 5 અન્ય ધારાસભ્યો છે.

જુઓ હાલમાં કેવી રીતે બની શકે છે ભાજપ સરકાર? મહાવિકાસ અઘાડી પાસે જુઓ હાલમાં કેટલી સંખ્યા?

હાલમાં વિધાનસભામાં કુલ સીટ : 287
બહુમતનો આંકડો : 144
મહાવિકાસ અઘાડીની સ્થિતિ: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન હતું. જેમાં શિવસેનાના 56 ધારાસભ્યો સામેલ હતાં. પરંતુ શિવસેનાના 30 બળવાખોરી ધારાસભ્યોના કારણે શિવસેના પાસે 56માંથી 26 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે એનસીપીના 53માંથી એક બળવાખોરી ધારાસભ્યના કારણે NCPના 52 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો અને અન્ય 16 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે કુલ 122 ધારાસભ્યોનું મહાવિકાસ અઘાડીને સમર્થન છે.

ભાજપ પાસે હાલમાં 113 ધારાસભ્યો

મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી દળ ભાજપ પાસે 113 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં ભાજપના 106, RSPના 1, જેએસએસના 1 અને 5 અપક્ષ ધારાસભ્ય સામેલ છે. જ્યારે અન્ય પક્ષોની પાસે 5 ધારાસભ્ય છે. જેમાં AIMIM ના 2, CPIના 1 અને MNSના 1 ધારાસભ્ય સામેલ છે.

જુઓ કેવી રીતે શિંદેએ બગાડી નાખ્યું ઉદ્ધવ ઠાકરેનું ગણિત?

એકનાથ શિંદેની સાથે બળવાખોર કરનારા 30 ધારાસભ્યો છે કે જે ઉદ્ધવ સરકારની સાથે છે. એવામાં હવે ઉદ્ધવ સરકાર પાસેથી જો આ 30 ધારાસભ્યોનું સમર્થન હટાવી દઇએ તો ઉદ્ધવ સરકાર પાસે 139 ધારાસભ્યો જ બચે છે. એવામાં અપક્ષ અને અન્ય કેટલીક નાની પાર્ટીઓના 2થી 3 ધારાસભ્યો જો ઉદ્ધવ ઠાકરે સરકારનો સાથ છોડી દે છે તો લગભગ એ તો નક્કી છે કે ઠાકરે સરકાર માટે વિધાનસભામાં બહુમત સાબિત કરવું એ મુશ્કેલ થઇ શકે છે. જો કે, આ રીતે, મહાવિકાસ અઘાડી બહુમતની ઓછી સંખ્યા પર આવી ગઈ છે.

વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ MCP અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી

તમને જણાવી દઈએ કે, વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 106, શિવસેનાને 56, NCPને 53 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. ભાજપ અને શિવસેના ચૂંટણી પહેલા સાથે હતા અને આવી સ્થિતિમાં બંને પાસે બહુમતીના આંકડા હતા. જો કે, ગઠબંધન તૂટી ગયું અને ભાજપને સરકાર બનાવવા માટે 40 બેઠકોની જરૂર હતી. ભાજપે અજિત પવારની મદદથી સરકાર બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. અંતે શિવસેનાએ MCP અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે, શિવેસનાના મંત્રી અને દિગ્ગજ નેતાની બળવાખોરીથી રાતોરાત મહારાષ્ટ્ર સરકારના પાયા હલતા દેખાઈ રહ્યાં છે. આવામાં તાત્કાલિક ધોરણે શિવસેનાએ એકનાથ શિંદેને ધારાસભ્યોના દળના નેતા પદેથી હટાવી દીધા છે. બીજી બાજુ નારાજગીના પગલે એકનાથ શિંદે સહિત લગભગ 30 થી વધુ ધારાસભ્યો સુરતમાં રોકાયા છે. જેના કારણે પોલિટિકલ ડ્રામા વધી ગયો છે. 

 

એકનાથ શિંદેના લેટેસ્ટ ટ્વિટથી ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું સૂચક ટ્વિટ, અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, બાળાસાહેબે અમને હંમેશા કટ્ટર હિન્દુત્વ શીખવ્યું છે, સત્તા માટે તેમના વિચારો સાથે છેતરપિંડી કરીશું નહીં.

આજ સવારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી  

શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા ઉદ્ધવ ઠાકરે અને  શરદ પવાર એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. 

સૂત્રો પ્રમાણે શિંદેના પ્રસ્તાવમાં આ ત્રણ શરતો:

1.ભાજપ સાથે સરકાર
2.દેવેન્દ્ર ફડણવીસને બનાવો મુખ્યમંત્રી
3.એકનાથ શિંદે પોતે ડેપ્યુટી CM

એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પ્રસ્તાવ મોકલ્યો 

આ પ્રસ્તાવને સાચો ગણી શકાય તેવી શક્યતા પૂરેપૂરી છે કારણ કે એકનાથ શિંદેએ કરેલા તાજેતરના ટ્વિટ સાથે સીધો સંબંધ જોઈ શકાય છે. કારણ કે ઉલ્લેખનીય છે કે શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ શિવસેનાએ સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને NCP સાથે છેડો બાંધ્યો હતો. એ જગજાહેર છે કે શિવસેનાને હંમેશા કટ્ટર હિંદુત્વ ધરાવતા પક્ષ તરીકે જોવામાં આવ્યો છે અને તેના પગલે જ મહારાષ્ટ્રમાં ભાજપને પણ શિવસેનાના સાથને કારણે સફળતા મળતી હતી. આવામાં એકનાથ શિંદેએ ટ્વિટ કરીને જે લખ્યું છે તેમાં આ જ વિચાર દેખાઈ આવે છે. તેમણે લખ્યું કે બાળાસાહેબે અમને કટ્ટર હિંદુત્વ શીખવ્યું છે અને સત્તા માટે તેમના વિચારો સાથે છેતરપિંડી નહીં કરીએ. જેનો સીધો અર્થ એ થાય છે કે કોંગ્રેસ અને NCPનો સાથ સત્તા માટે ન જોઈએ અને હિંદુત્વની વિચારાધારા સાથે વળગી રહેવું હોય તો ભાજપનો સાથ ચોક્કસપણે જોઈશે. 

મહારાષ્ટ્રમાં સરકારના નેતૃત્તવમાં કોઈ બદલાવની જરૂર નથી : શરદ પવાર

આ બાજુ NCP સુપ્રીમો શરદ પવાર પણ એક્શન મોડમાં આવી જતા પ્રેસ કોન્ફન્સ કરી હતી. તેમણે આ સમગ્ર મુદ્દાને શિવસેનાના આંતિરક મામલા તરીકે ખપાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નારાજ શિવેસના ધારાસભ્યોને મનાવવા કે તેઓ કયા મુદ્દે નારાજ છે તે શિવસેનાએ જોવાનું છે. બાકી અત્યાર સુધી તો સરકાર સારી રીતે ચાલી છે અને આગળ પણ ચાલતી જ રહેશે. મહારાષ્ટ્ર સરકારમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને બદલવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. શિવસેના જે નક્કી કરશે તેની પડખે અમે ઊભા રહીશું તેમ પણ પવારે જણાવ્યું હતું.

એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે- સંજય રાઉત 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે  શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે, સંજય રાઉતે જણાવ્યું હતું કે, શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.

કયા કયા ધારાસભ્યો સંપર્ક વિહોણા?

1.એકનાથ શિંદે - કાોપરી 
2. અબ્દુલ સત્તાર - સિલ્લોડ - ઔરંગાબાદ 
3. શંભૂરાજ દેસાઇ - સતારા 
4. સંદિપાન ભૂમરે - પૈઠણ - ઔરંગાબાદ 
5. ઉદયશસહ રાજપૂત - કન્નડ- ઔરંગાબાદ 
6. ભરત ગોગાવલે - મહાડ - રાયગઢ 
7. નિતીન દેશમુખ - બાળાપુર - અકોલા 
8. અનિલ બાબર - ખાનાપુર - આટપાડી - સાંગલી 
9. વિશ્વનાથ ભોઇર - ~લ્યાણ પશ્ચિમ 
10. સંજય ગાયકવાડ - બુલઢાણા 
11. સંજય રામુલકર - મેહકર 
12. મહેશ સિંદે - કોરેગાંવ - સતારા 
13. શહાજી પાટીલ - સાંગોલા - સોલાપૂર 
14. પ્રકાશ અબિટકર - રાધાપુરી - કાોલ્હાપૂર 
15. સંજય રાઠોડ - દિગ્રસ - યવતમાળ 
16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ - ઉસ્માનાબાદ 
17. તાનાજી સાવંત - પરોડા - ઉસ્માનાબાદ 
18. સંજય શિરસાટ - ઔરંગાબાદ પશ્ચિમ 
19. રમેશ બોરનારે - બૈજાપૂર - ઔરંગાબાદ
20.બાલાજી કેકનિકર
21. ગુલાબરાવ પાટીલ
22. શંભુરાજ દેસાઈ
23. ચિંતામણ વણગા
24. અનિલ બાબર
25. જ્ઞાનેશ્વર ચૌગુલે
26. રાયમૂલકર
27. લતા સોનવણ
28. યામિની જાધવ
29. કિશોર અપ્પા પાટીલ
30. મહેન્દ્ર દળવી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ