બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / uan aadhaar linking date extended 30 november by delhi high court know how to how to link aadhaar with provident fund

Good / સેલેરી મેળવતા લોકો માટે જરૂરી સમાચાર: જલ્દી કરો હાઇકોર્ટે આ કામ કરવા માટે 30 નવેમ્બર સુધી આપ્યો ટાઈમ

Premal

Last Updated: 06:49 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નોકરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર આવ્યાં છે. દિલ્હી હાઈકોર્ટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલેકે UANને આધાર કાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ વધારીને 30 નવેમ્બર કરી છે.

  • નોકરી કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર
  • UAN નંબરને આધાર કાર્ડ નંબર સાથે જોડવાની સમયમર્યાદા વધારાઈ
  • 30 નવેમ્બર સુધી કોઈ પગલા ભરવામાં આવશે નહીં

કર્મચારીઓ સામે કોઈ પગલા ભરાશે નહીં

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ કર્મચારીનો આધાર કાર્ડ નંબર તેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે નહીં જોડાયો હોય તો પણ 30 નવેમ્બર સુધી તેની સામે કોઈ પગલા ભરવામાં આવશે નહીં.

EPFO તરફથી 1 જૂને એક સર્ક્યુલર જાહેર કરાયો

કંપની તરફથી પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો સતત જમા થતો રહેશે. ખરેખર, EPFO (એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) તરફથી 1 જૂને એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. આ સર્ક્યુલર મુજબ, દરેક કર્મચારીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર કાર્ડના નંબર સાથે જોડાણ કરાવવુ જરૂરી બનાવ્યું છે. EPFO તરફથી જાહેર કરાયેલા સર્ક્યુલરને ધ્યાનમાં રાખીને સરકારે 15 જૂને એક નવો પરિપત્ર જાહેર કર્યો અને આ કામ માટે છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર નક્કી કરી હતી. 

કોઈ શિક્ષાત્મક પગલા નહીં ભરાય

જજે કહ્યું, આ દરમ્યાન નોકરીદાતાઓને એવા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડનું યોગદાન જમા કરાવવાની મંજૂરી હશે, જેના આધાર નંબરને યુએએન સાથે જોડવાનું બાકી છે. બીજી તરફ આ પ્રક્રિયા જે કર્મચારીઓએ હજી સુધી કરી નથી તેની સામે કોઈ શિક્ષાત્મક પગલા ભરાશે નહીં.

EPFO એક ગ્રીવાન્સ રી-ડ્રેસેલ અધિકારીની કરશે નિમણુંક

એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્સ્ટીટ્યુશન્સની અરજી પર સુનાવણી કરી રહેલ કોર્ટે સ્પષ્ટતા કરી કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એક ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરશે. આ અધિકારીને અરજદારના સભ્યો અને કોઈ અન્ય નોકરીદાતા સંપર્ક કરી શકે છે. કારણકે એ નક્કી કરી શકાય કે જમા સમયસર થઇ રહ્યું છે. કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓનો આધાર નંબર પહેલાંથી જ EPFOને મળી ગયો છે, તે મામલે કંપનીઓને UIDAI સાથે તેની ચકાસણીની રાહ જોયા વગર પ્રોવિડન્ટ ફંડ તેના ખાતામાં જમા થતો રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ