બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / UAE has demanded its due amount of 1 billion dollors from pakistan till 12th march

ઉઘરાણી / આ દેશે અબજો રૂપિયા પાછા માંગતા પાકિસ્તાનના છૂટી ગયો પરસેવો, બહુ કાકલૂદી કરી પણ ન મળ્યો કોઇ જવાબ

Kashyap

Last Updated: 03:18 PM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAE એ પોતાના એક અબજ ડોલર પાછા માંગતા પાકિસ્તાનની હાલત કફોડી બની ગઈ છે. આ માટે પાકિસ્તાનને UAE દ્વારા 12 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

  • UAE એ પાકિસ્તાનને પોતાના એક અબજ ડોલર તાત્કાલિક પાછા આપવા માટે કહ્યું
  • આ માંગણીથી પાકિસ્તાન સરકારની મુશ્કેલીમાં વધારો
  • પાકિસ્તાને હાથપગ જોડ્યા છતાં કોઈ જવાબ નહીં  

એક અબજ ડોલર જેટલી રકમ પાછી આપવી પડશે 

સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાન પાસે પોતાના એક અબજ ડોલર તાત્કાલિક પાછા માંગ્યા છે. અચાનક આટલી મોટી રકમ આપવાની થતાં પાકિસ્તાની સરકારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પાકિસ્તાની ચલણ મુજબ આ રકમ અંદાજે 15,720 કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલી થાય છે. જો આટલી રકમ એકસાથે આપવાની થાય તો પાકિસ્તાનના અર્થતંત્ર પર તેની ખૂબ માઠી અસર થવાની સંભાવના છે. 

તારીખ 12 માર્ચ ડેડલાઇન હતી 

આ તમામ રકમ પાછી આપવાની આખરી તારીખ 12 માર્ચ છે. હાલ આ રકમ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનમાં જમા છે અને હવે તેની મુદ્દત પાકી જતાં UAE એ રકમ પાછી માંગી છે.

પાકિસ્તાન સરકારની કાકલૂદી 
 
પાકિસ્તાન સરકારના ઉપરી અધિકારીઓ દ્વારા UAE ના યૂવરાજનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  પાકિસ્તાન સરકાર હાથપગ જોડીને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે આટલી મોટી રકમ અચાનક પાછી આપવાની થતાં તેઓની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જશે. 
પાકિસ્તાન પહેલાંથી જ એટલા દેવાં હેઠળ છે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ સહિતની તમામ વૈશ્વિક સંસ્થાઓ પાસેથી અવારનવાર મદદ માંગતુ રહે છે. એવામાં પાકિસ્તાન સામે વધુ એક વાર મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. 

ઈમરાન ખાનની કબૂલાત 
તાજેતરમાં જ ઈમરાન ખાન પોતે પાકિસ્તાનની સંસદમાં કબૂલાત કરી ચૂક્યા છે કે પાકિસ્તાનનાં દરેક નાગરિક ઉપર 1 લાખ 75 હજાર રૂપિયા દેવું છે. ઈમરાન ખાનની સરકાર આવ્યા પહેલા એ 1 લાખ 20 હજાર રૂપિયા પ્રતિ નાગરિક હતું, જેમાં 54,901 રૂપિયાનો વધારો થયો હતો. 

ઈમરાન સરકારે તોડ્યો કાયદો 
ઈમરાન સરકારના નાણાં મંત્રીએ એ પણ કબૂલ્યું હતું કે તેમની સરકારે FRDL અધિનિયમ 2005નું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાનની રાજકોષીય ખાધ જીડીપીના 8.6 ટકા જેટલી છે જે FRDL અધિનિયમ 2005 અંતર્ગત 4 ટકા જેટલી જ હોવી જોઇતિ હતી પરંતુ ઈમરાન ખાન સરકારના શાસન હેઠળ ખાધ બમણાથી પણ વધારે થઈ ગઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

UAE pakistan pakistan debt united arab emirates પાકિસ્તાન pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ