બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UAE Deputy PM Saif Bin Zayed Al Nahyan says pok is the part of india in x g20

POK / UAEના ડેપ્યુટી PMએ કાશ્મીર પર એવો મેસેજ આપ્યો, બરાબરનું ખિજાઈ જશે પાકિસ્તાન!

Arohi

Last Updated: 01:08 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAEના Deputy PM Saif Bin Zayed Al Nahyanએ X પર G20 સમિટનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં નવા ઈકોનોમિક કોરિડોર IMECનો એક મેપ આપવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની મજબૂત છબિને બતાવે છે.

  • UAEના ડેપ્યુટી PMએ કાશ્મીર પર આપ્યો મેસેજ 
  • આ વીડિયો જોઈ પાકિસ્તાન જરૂર ખિજાઈ જશે
  • આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની મજબૂત છબિ

UAEના ઉપ પ્રધાનમંત્રી સેફ બિન જાયદ અલ નાહયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. જે G20 સમિટમાં ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC)ની જાહેરાતનો છે. વીડિયોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન UAEના વખાણ કરી રહ્યા છે. પરંતુ આ વીડિયો UAEથી વધારે ભારત માટે ખાસ છે. 

ઉપ-પ્રધાનમંત્રી નાહયાને આ વીડિયોમાં ટ્રેડ કોરિડોરનો એક મેપ બતાવ્યો છે. જેમાં POKને ભારતનો ભાગ જણાવવામાં આવ્યું છે. તેના દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવ્યો છે. સાથે જ આ રાજનૈતિક પગલુ ભારતની સાથે UAEના મજબૂત સંબંધને બતાવે છે અને ભારતની ક્ષેત્રીય અખંડતાને મજબૂત કરે છે. 

ભારતનો અભિન્ન ભાગ
POK આ ઈકોનોમિક કોરિડોર માટે ખૂબ જ જરૂરી રસ્તો છે. તેને ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવે છે ભારત માટે એક મહત્વપૂર્ણ રજનૈતિક પહેલ છે. UAEના ઉપ-પ્રધાનમંત્રી નાહયાને ટ્વીટ બાદ સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાનના દાવાને નથી માનવામાં આવી રહ્યો. જે લાંબા સમયથી POKને પોતાના દેશનો ભાગ માનવાનો દાવો કરી રહ્યું છે. 

શું છે IMEC? 
IMECમાં ભારતને ગલ્ફ વિસ્તાર સાથે જોડવા માટે પૂર્વી કોરિડોર અને ગલ્ફને યુરોપ સાથે જોડવા માટે એક ઉત્તરી કોરિડોર બનાવવામાં આવ્યું છે. તેમાં રેલવે અને શિપ-રેલ ટ્રાસિટ નેટવર્કની સાથે માર્ગ પરિવહન માર્ગ પણ હશે. એટલે કે ભારત, ગલ્ફ અને યુરોપ માર્ગ, રેલ અને પાણી ત્રણેયને રસ્તાથી જોડવામાં આવશે. 

ભારત, અમેરિકા, સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, ફ્રાંસ, જર્મની, ઈટલી અને યુરોપીય સંઘે G20 સમિટ વખતે 9 સપ્ટેમ્બરે તેની જાહેરાત કરી હતી. IMECને ચીનની બેલ્ડ એન્ડ રોડ ઈનિશિએટિલના સમાંતર જોવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ