બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / U-19 World Cup Pakistani players cried bitterly after losing to Australia, video surfaced

સ્પોર્ટ્સ / ક્યા સે ક્યા હો ગયા...! ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હાર બાદ રડવા લાગ્યા પાકિસ્તાની ખેલાડીઓ, આવ્યા મોં છુપાવવાના દહાડા

Megha

Last Updated: 09:33 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમીફાઇનલ મેચમાં છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો લાગતાની સાથે જ પાકિસ્તાની ખેલાડીઓનું દિલ તૂટી ગયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • સેમીફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પંહોચી. 
  • છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને પાકિસ્તાની ખેલાડીઓનું દિલ તૂટ્યું. 
  • કોઈ બાઉન્ડ્રી પાસે સૂઈને તો કોઈ પીચ પર બેસીને જ રડવા લાગ્યો. 

વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજની સેમીફાઈનલ મેચમાં જો કોઈ ટીમ માત્ર 179 રન બનાવે તો તેની હાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ ગુરુવારે રાત્રે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આનાથી તદ્દન વિપરીત જોવા મળ્યું હતું. આટલા નાના ટોટલને બચાવવા માટે પાકિસ્તાની બોલરોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ એક-એક રન માટે સંઘર્ષ કર્યો હતો.

મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી જ્યારે પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવાથી માત્ર એક વિકેટ દૂર હતું, પરંતુ અંતે કાંગારૂઓનો વિજય થયો હતો. છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો લાગતાની સાથે જ પાકિસ્તાની ખેલાડીઓનું દિલ તૂટી ગયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ બાઉન્ડ્રી પાસે સૂઈને રડતો જોવા મળ્યો હતો તો કોઈ પીચ પર બેસીને જ રડવા લાગ્યો હતો.

દક્ષિણ આફ્રિકાના બેનોની શહેરમાં રમાયેલી અંડર 19 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 179 રનમાં આઉટ કરી દીધું. પાકિસ્તાનની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. જવાબમાં પાકિસ્તાનની ટીમે પણ ઓસ્ટ્રેલિયાને સરળતાથી રન બનાવવા દીધા ન હતા. અત્યંત રોમાંચક મેચમાં પાકિસ્તાને એક સમયે 164 રનમાં ઓસ્ટ્રેલિયાની 9 વિકેટ ઝડપી હતી. અહીંથી એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી જશે પરંતુ એવું થયું નહીં. 

મેકમિલને મોહમ્મદ ઝીશાનના બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો, જેને રોકવા માટે ઉબેદ શાહ બાઉન્ડ્રીની નજીક ગયો પરંતુ બોલ સરળતાથી બાઉન્ડ્રી લાઇનને સ્પર્શી ગયો. આ પછી ઉબેદ બાઉન્ડ્રી લાઈન પાસે સૂઈને રડવા લાગ્યો, જ્યારે બોલર ઝીશાન ક્રિઝ પર બેસીને ભાવુક થઈ ગયો હતો. એ સમયે પાકિસ્તાનના લગભગ તમામ ખેલાડીઓની આવી જ હાલત હતી.

સેમિફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું
U19 વર્લ્ડ કપ 2024ની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન ઉદય સહારને 81 રનની ઈનિંગ રમી હતી. સચિન ધાસે 91 રનની ઈનિંગ રમી હતી. સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે 34 રને 4 વિકેટ ગુમાવી હતી. ઉદય સહારન અને સચિન ધાસના શાનદાર ઈનિંગતી ભારતીય ટીમે જીત મેળવી હતી. 

ભારતીય ટીમનો દબદબો
ભારતીય ટીમ U19 World Cup 2024માં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી અને તમામ મેચ જીતી છે. U19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ જીત માટે પ્રબળ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.  સુપર-6ની મહત્વની મેચમાં ટીમે ન્યુઝીલેન્ડને 214 રને અને નેપાળને 132 રનના અંતરથી હરાવ્યું હતું. આ સમયે ભારતીય ટીમ પૂરા ઉત્સાહમાં છે.

ભારતે સૌથી વધુ વાર U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
U19 World Cupમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. ભારતે U19 વર્લ્ડ કપમાં 5 વાર ખિતાબ જીત્યો ચે. ભારતીય ટીમે સૌથી પહેલા વર્ષ 2000માં U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2022માં U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ