બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Two including a girl died in an accident on Padmala Bridge

વડોદરા / પદમલા બ્રિજ પર કાળ બનીને ઉભુ રહ્યું ટેન્કર: રિક્ષાના ફૂરચેફૂરચા ઉડ્યા, અકસ્માતમાં 5 વર્ષીય બાળકી સહિત બેના ઘટના સ્થળે જ મોત

Kishor

Last Updated: 09:30 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પદમલા બ્રિજ પર ટેન્કર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં બાળકી સહિત બે ને કાળ આંબી જતા અરેરાટી મચી જવા પામી છે.

  • વડોદરાના પદમલા બ્રિજ પર અકસ્માત
  • ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં બાળકી સહિત બેના મોત પાંચને ઇજા

વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં દરગાહેથી દર્શન કરી પરત ફરતા પરિવારના પાંચ વર્ષની બાળકી સહિત બેના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. રીક્ષા અને ટ્રક વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને કાળ આંબી ગયાનું સામે આવ્યું છે. 

5 વર્ષીય બાળકી સહિત બેના મોત
અકસ્માતની ગોઝારી ઘટનાને લઈને વડોદરામાં પદમલા બ્રિજ પરનો માર્ગ આજે વધુ એક વખત રક્તરંજીત બન્યો હતો. તોતિંગ ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધા બાદ રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 વર્ષીય બાળકી કાળનો કોળિયો બની ગઈ હતી. તો એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતુ. વધુમાં 5 વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ બનાવસ્થળે દોડી ગયો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા ઉપરાંત મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે નંદેસરી પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ