બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Two former veteran players claim: After Rohit the Gujarati star player will become the captain of Team India

ક્રિકેટ / બે પૂર્વ દિગ્ગજ ખેલાડીઓનો દાવો: રોહિત બાદ ગુજરાતી સ્ટાર ખેલાડી બની જશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

Malay

Last Updated: 03:36 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ અને વકાર યુનિસે ભારતના એક સ્ટાર ખેલાડીને ટીમ ઈન્ડિયાના આગામી (next captain of team india) કેપ્ટન ગણાવ્યા છે. આ ખેલાડી વિસ્ફોટક બેટિંગ કરવામાં માહિર છે.

 

  • પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે કર્યો મોટો દાવો
  • હાર્દિક પંડ્યાને ગણાવ્યા ટીમના ભાવી કેપ્ટન
  • પાકિસ્તાન સામેની મેચમાં પંડ્યાએ કર્યું શાનદાર પ્રદર્શન

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે પોતાના દમ પર ભારતીય ટીમને ઘણી મેચો જીતાડી છે. જ્યારે તેઓ પોતાની લયમાં હોય, ત્યારે કોઈપણ તેમને બોલર સહેલાઈથી આઉટ કરી શકતો નથી. હવે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ અને વકાર યુનિસે તેમને ભારતીય ટીમના આગામી ભાવી કેપ્ટન (next future captain of the Indian team) ગણાવ્યા છે.

વસીમ અકરમે કહી આ વાત
વસીમ અકરમે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ પહેલીવાર IPLની કેપ્ટનશીપ કરી હતી અને તેમની ટીમે આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી હતી. તેઓ માનસિક રીતે મજબૂત થયા છે. ટીમમાં તેમની ફિનિશર તરીકેની ભૂમિકા છે અને તેઓ તેને સારી રીતે નિભાવી રહ્યા છે.

હાર્દિક પંડ્યાને કહ્યા ભવિષ્યના કેપ્ટન
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસે કહ્યું કે, 'જો તેઓ ભવિષ્યમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન બનશે તો મને જરા પણ આશ્ચર્ય નહીં થાય.' વસીમ અકરમે વધુમાં કહ્યું કે, 'પહેલા તેઓ IPLમાં કેપ્ટન બન્યા. ત્યાં જીત મેળવી, હવે તેઓ ટીમમાં એક મેન ફોર્સ છે. તેઓ કેપ્ટનને સલાહ આપે છે. તેમનો પોતાનો એક પ્રભાવ છે. તેઓ શાંત સ્વભાવના છે.'

પાકિસ્તાન સામેની મેચમાં કર્યું શાનદાર પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેમણે એક ફોર અને બે સિક્સરની મદદથી 37 બોલમાં 40 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલા બોલિંગમાં પણ કમાલ કરતા તેમણે ચાર ઓવરમાં 30 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેમના શાનદાર પ્રદર્શનના કારણે જ ટીમ ઈન્ડિયા વિજય નોંધાવવામાં સફળ રહી. તેમણે ભારત માટે 11 ટેસ્ટ મેચ, 66 વનડે મેચ અને 74 T20 મેચ રમી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ