બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two cyclones near India: 'Tej' will take a serious form today but there will be relief news for Gujarat

Cyclone Tej / ભારત નજીક બે વાવાઝોડા: 'તેજ' આજે ગંભીરરૂપ લેશે પણ ગુજરાત માટે રાહતના સમાચાર, જુઓ કેટલી અસર થશે

Priyakant

Last Updated: 10:50 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Tej Latest News: દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું, આ ચક્રવાત તેજ ( Cyclone Tej ) ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય

  • Cyclone Tej ને લઈ મોટા સમાચાર 
  • Cyclone Tej આજે ગંભીરરૂપ લેશે 
  • ગુજરાત પર કોઈ અસર નહીં થાય

અરબી સમુદ્રમાં વધી રહેલા ચક્રવાતી તોફાન તેજ ( Cyclone Tej ) ના કારણે દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોનું ટેન્શન વધી ગયું છે. દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ ચક્રવાત તેજ ( Cyclone Tej ) ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે અને 21 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને તેજ ( Cyclone Tej ) કહેવામાં આવશે.

તેજ ( Cyclone Tej ) ની અસર કેટલી થશે?
અરબી સમુદ્રમાં આવેલા મજબૂત ચક્રવાત તેજ ( Cyclone Tej )ની ભારતના કોઈપણ રાજ્ય પર વધુ અસર નહીં થાય. ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. આ તરફ ઓડિશા અને બંગાળમાં પણ વિક્ષેપના કારણે હવામાન ખરાબ રહી શકે છે.

ઓમાન અને યમનને અસર થશે
IMD એ ટ્વિટર પર કહ્યું કે, રવિવારે તેજ ( Cyclone Tej ) ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે અને ઓમાન અને પડોશી દેશ યમનના દક્ષિણી કિનારા તરફ આગળ વધી શકે છે. જોકે ક્યારેક ચક્રવાત પોતાનો રસ્તો બદલી નાખે છે.

બંગાળની ખાડીમાં પણ દબાણ ક્ષેત્ર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર પણ દબાણ ક્ષેત્ર બનશે. તે ઓડિશામાં પારાદીપથી 610 કિમી દક્ષિણે, પશ્ચિમ બંગાળમાં દિઘાથી 760 કિમી દક્ષિણમાં અને બાંગ્લાદેશના ખેપુપારાથી 980 કિમી દૂર બનાવવામાં આવશે. અહીં આગામી 24 કલાક દરમિયાન તે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

આ વર્ષે બિપરજોયે સર્જી હતી પાયમાલી 
નોંધનીય છે કે, જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. અગાઉ તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ પાછળથી તે દિશા બદલીને કચ્છના દરિયાકાંઠે અથડાયું.

આ વર્ષનું બીજું ચક્રવાત
આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. IMD અનુસાર ચક્રવાતી તોફાન રવિવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની અને ઓમાન અને નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધવાની આગાહી છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરએ કહ્યું કે, મોટાભાગના મોડલ સૂચવે છે કે, વાવાઝોડું યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ