બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Two and a half tola jewelery of an old man was smashed in Anandnagar

અમદાવાદ / ‘આપ જૈસે બૂઢે લોગોં કો ચપ્પુ દિખા કે લૂંટ લેતે હૈ.' આવું કહી આનંદનગરમાં વૃદ્ધાના અઢી તોલાના દાગીના તફડાવી લીધા, પોલીસની ઓળખ

Vishal Khamar

Last Updated: 08:38 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે વહેલી સવારે આનંદનગરમાં રહતાં એક વૃદ્ધાને રોકી પોલીસમાં સ્વાંગમાં આવેલા શખ્શો મહિલા પાસેથી દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારે મહિલાએ આ અંગે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જો કોઇ પોલીસની ઓળખ આપીને તમારા દાગીના ઉતારવાની વાત કરે તો તરત એલર્ટ થઇ જજો, કારણ તે કોઇ પોલીસ નહીં પરંતુ લૂંટારા હોય છે. જે નજર ચૂકવીને દાગીનાની ચોરી કરે છે. શહેરમાં વૃદ્ધ મહિલાઓને પોલીસની ઓળખ આપીને દાગીના કઢાવતી ટોળકી સક્રિય થઇ છે. ગઇ કાલે વહેલી સવારે આનંદનગરમાં રહેતાં એક વૃદ્ધાને ચાર શખ્સોએ રોકીને કહ્યું હતું કે ‘મૈં પુલીસ મેં હૂં ઔર અભી ચોર લોગ આપ જૈસે બૂઢે લોગોં કો ચપ્પુ દિખા કે લૂંટ લેતે હૈં, ઇસ લિયે આપ, આપ કે સોને કે જેવર મુજે દે દો, મૈં આપ કે પાકીટ મેં રખ દેતા હૂં.’ પોલીસ હોવાનું માનીને વૃદ્ધાએ દાગીના પાકીટમાં મૂક્યા હતા ત્યાર બાદ ગઠીયા દાગીના ચોરી કરીને નાસી છૂટ્યા હતા.   

પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી
આનંદનગર વિસ્તારમાં આવેલી અભિનંદન પાર્ક સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષના રેખાબહેન સોનારાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. રેખાબહેન તેમના પુત્ર અમિત સોનારા સાથે રહે છે જ્યારે તેમનો મોટો દીકરો દીપક તેના પરિવાર સાથે સ્મિતનગર સોસાયટી, આનંદનગર ખાતે રહે છે. ગઇ કાલે સવારે રેખાબહેન મોટા દીકરા દીપકને મળવા માટે સ્મિતનગર સોસાયટીમાં ગયાં હતાં. પુત્રને મળીને રેખાબહેન ચાલતાં ચાલતાં પોતાનાં  ઘર તરફ જતાં હતાં ત્યારે એક યુવક દોડતો દોડતો તેમની પાસે આવ્યો હતો. યુવકે રેખાબહેન પાસે જઇને કહ્યું હતું કે મૈં પુલીસ મેં હૂં, આપકો પીછે ખડે તિવારી સાહબ બુલા રહે હૈં. રેખાબહેને પાછળ ફરીને જોયું તો ૨૫ ફૂટના અંતરે બે યુવકો ઊભા હતા. રેખાબહેન ત્યાં પહોચ્યાં ત્યારે એક યુવકે પોતાની ઓળખ તિવારી તરીકેની આપી હતી. 

એક શખ્શે  તેમની નજર ચૂકવીને દાગીના પર્સમાંથી કાઢી લીધા હતા
તમામ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને રેખાબહેનને લૂંટનો ડર બતાવીને સોનાના દાગીના કાઢીને આપવા માટે કહ્યું   હતું. રેખાબહેને યુવકોને અસલી પોલીસ માનીને તેમના તમામ દાગીના કાઢીને આપી દીધા હતા. તમામ શખ્સોએ દાગીના પર્સમાં મૂકીને રેખાબહેનને આપી દીધા હતા. દરમિયાનમાં ત્રણ શખ્સોએ રેખાબહેનને વાતોમાં રાખ્યાં હતાં જ્યારે એક શખ્સે તેમની નજર ચૂકવીને દાગીના પર્સમાંથી કાઢી લીધા હતા. દાગીના કાઢી લીધા બાદ ચારેય શખ્સ ત્યાંથી નાસી ગયા હતા. રેખાબહેન ગભરાઇ જતાં તેમણે પુત્ર અમિતને ફોન કર્યો હતો. અમિત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. આનંદનગર પોલીસે રેખાબહેનની ફરિયાદના આધારે ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચીટિંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ગઠિયા રેખાબહેનની સોનાની ચેઇન તેમજ બંગડીઓ મળીને કુલ અઢી તોલા દાગીના લઇને નાસી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ