બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / વિશ્વ / Twitter India made a big mistake, showing India's Jammu and Kashmir as part of China

વિવાદ / ટ્વિટર ઈન્ડિયાએ કરી ખૂબ મોટી ભૂલ, ભારતના જમ્મુ કાશ્મીરને ચીનના ભાગ તરીકે દર્શાવ્યું

Nirav

Last Updated: 04:52 PM, 20 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર એકવાર ફરીથી લોકોના નિશાને આવી છે. આ વખતે ટ્વિટર ઈન્ડિયા દ્વારા ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે જેના લીધે ઘણા ભારતીયો રોષે ભરાયા હતા અને આ કૃત્ય માટે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

  • ટ્વિટર ઈન્ડિયાએ કરી ખૂબ મોટી ભૂલ 
  • જમ્મુ કાશ્મીરને ચીનના ભાગ તરીકે દર્શાવ્યું 
  • લોકોમાં ભારે નારાજગી, ધરપકડ કરવા કરાઇ માંગણી

માઇક્રો બ્લોગિંગ વેબસાઇટના આ કૃત્યને લઈને હાલમાં લોકોમાં ભારે નારાજગી છે અને આ વાતને લઈને ટ્વિટર ઈન્ડિયા ના અધિકારીઓની ધરપકડની માંગણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ટ્વિટર ઈન્ડિયા જે હાલમાં લોકોના નિશાના પર છે તેણે ભારત ના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને હાલમાં જ ચીનના ભાગ તરીકે દર્શાવી દીધું હતું. 

ચીન ને લઈને દેશમાં છે રોષનો માહોલ 

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં ચીન ને લઈને લોકોમાં ઘણો રોશનો માહોલ છે, ખાસ તો ગલવાન ઘાટીની ઘટના બાદ અને હાલમાં લદ્દાખ બોર્ડર પર ચાલી રહેલા ચીન સાથેના તણાવના લીધે પણ બંને દેશોના સંબંધો હાલમાં તળિયે છે. 

લોકોએ ટ્વિટર ના આ કૃત્યને વખોડી કાઢ્યું 

ટ્વિટર ના આ કૃત્યને લોકોએ વખોડી કાઢ્યું હતું. ઓબજર્વર રિસર્ચ ફાઉન્ડેશન ના કંચન ગુપ્તા એ આ મામલાને ઉઠાવ્યો હતો અને તેમણે લખ્યું હતું કે ટ્વિટરે હવે ભૂગોળને બદલવાનો નિર્ણય કરી લીધોછે અને જમ્મુ કાશ્મીર ને ચીન ના ભાગ તરીકે જાહેર કર્યું છે. જો આ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન નથી તો શું છે? શું એક અમેરિકી કંપની કાયદાથી પણ ઉપર છે? આ પોસ્ટમાં તેમણે IT મંત્રી રવિશંકર પ્રસાદ ને પણ ટેગ કર્યા હતા. 

ટ્વિટર ના પ્રવક્તાએ આપ્યું સ્પષ્ટીકરણ 

જો કે આ મામલે ટ્વિટર ના પ્રવક્તા એ સ્પષ્ટીકરણ આપતા કહ્યું હતું કે અમે રવિવારથી આ ટેકનિકલ સમસ્યાથી વાકેફ છીએ, અને અમે આની સંવેદનશીલતાનું સન્માન કરીએ છીએ, અમારી ટીમે આ બાબતની તપાસ કરી હતી અને આ પ્રોબ્લેમને દૂર કરી હતી. જો કે લોકો આ વખતે ટ્વિટર ને માફ કરવાના મૂડમાં નથી અને તેઓ માંગણી કરી રહ્યા છે કે ટ્વિટર ના ભારતીય મેનેજમેન્ટમાં સામેલ લોકોની ધરપકડ કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ