બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tv actor jennifer mistry bansiwala shares video after accused Taarak Mehta makers of physical harassment

મનોરંજન / હું ચૂપ છું પણ...: Taarak Mehta ના મેકર્સ પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ અભિનેત્રીએ શેર કર્યો વીડિયો, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 02:53 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taarak Mehta Ka Ooltah Chasmah: કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનુ પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ મેકર્સ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ હાલમાં જ એક વીડિયો શેર કરીને કહ્યું છે કે હકીકત જલ્દી જ સામે આવી જશે.

  • જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ શેર કર્યો વીડિયો 
  • તારક મહેતાના મેકર્સ પર લગાવ્યો છે યૌન ઉત્પીડનનો આરોપ 
  • હવે વીડિયો શેર કરી રહ્યું હકીકત જલ્દી જ સામે આવશે 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા વર્ષોથી રોશન સોઢીનું પાત્ર ભજવીને પોતાના દર્શકોનું મનોરંજન કરી રહેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ હાલમાં જ શોના મેકર્સ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. હવે હાલમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે સીધી રીતે કહી દીધુ છે કે હકીકત જલ્દી જ સામે આવી જશે. 

ચુપ્પીને કમજોરી ન સમજવી 
તારક મહેતાના નિર્માતા પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ જેનિફરે અમુક સમય પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મામલાને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવનારને કવિતાના અંદાજમાં જડબાતોડ જવાબ આપ્યો છે. 

ચુપ્પીને કમજોરી ન સમજવી 
એક્ટ્રેસે કહ્યું, "મારી ચુપ્પીને કમજોરી ન સમજતા. હું ચુપ હતી કારણ કે મારામાં મેનર્સ છે. ભગવાન જાણે છે કે હકીકત શું છે. યાદ રાખજો તેમના ઘરમાં કોઈ ફરક નથી મારામાં અને તારામાં." આ જવાબની સાથે જ તેણે કેપ્શન લખ્યું છે. "હકીકત જલ્દી જ બધાની સામે આવી જશે. ન્યાય મળશે." સોશિયલ મીડિયા પર પણ ઓક્ટ્રેસના સમર્થનમાં લોકો આવી ગયા છે. 

સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું- અમે તમારી સાથે છીએ 
તેની આ પોસ્ટને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ એક્ટ્રેસનું સમર્થન કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, "અમે બધા તમારી સાથે છીએ." બીજા એક યુઝરે લખ્યું, "ન્યાય માટે આગળ વધતા રહો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ