બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Turmoil in Bihar assembly over opposition allegation against minister

કલંકિત ઘટના / દારૂ મુદ્દે વિધાનસભામાં સંગ્રામ : ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી અને ગાળાગાળી, જુઓ VIDEO

Hiralal

Last Updated: 07:22 PM, 13 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભામાં કોરોના આંકડામાં ગરબડ અને મંત્રી રામસૂરત રાયની સ્કૂલમાં દારુનો જથ્થો મળવાના મામલે બે વાર જોરદાર હોબાળો મચ્યો હતો.

  • મંત્રીની સ્કૂલમાંથી મળેલા દારુના જથ્થા પર વિપક્ષે વિફર્યો
  • રામસૂરત રાયના રાજીનામાની કરી માગણી
  • તેજસ્વી-તેજપ્રતાપે સરકારને સાણસામાં લીધી
  • એક બાજુ જેડીયુ-ભાજપ તો બીજી બાજુ આરજેડીના ધારસભ્યો બાખડ્યાં
  • જોતજોતામાં વિધાનસભા રણસંગ્રામમાં ફેરવાઈ

બિહાર વિધાનસભામાં છેવટે તો એ જ થયું જે વાતનો ડર હતો. ધક્કામુક્કી અને ગાળાગાળી બધું જ જોવા મળ્યું. એકબીજાને જોઈ લેવાની પણ ધમકીઓ આપવામાં આવી..

તેજસ્વીએ ગૃહમાં દારુનો મુદ્દો ઉઠાવ્યો
ભૂ-રાજસ્વ મંત્રી રામસૂરત રાયના રાજીનામાની માગણીએ વિપક્ષે ગૃહમાં જોરદાર હોબાળો મચાવ્યો હતો. મામલો ગરમ જ હતો ત્યારે બીજી બેઠકમાં આરોગ્ય વિભાગના બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા તેજસ્વી યાદવે ફી વાર દારુબંધીનો મુદ્દો ઉઠાવ્યો. આ મુદ્દે જોરદાર ટપાટપી થઈ હતી. તેજસ્વીએ તો ત્યાં સુધી કહી દીધું કે વિપક્ષી નેતાનો હોદ્દો બંધારણીય હોય છે. પરંતુ ઉપમુખ્યમંત્રી પદનો હોદ્દો બંધારણીય હોતો નથી. તેજસ્વીની આ વાતચ પર શાસક પક્ષના ધારાસભ્યો ભડક્યા હતા. 

તેજપ્રતાપે આંગળી દેખાડતા વિવાદ વધ્યો
ભાજપ ધારાસભ્ય સંજય સરાવગી અને મંત્રી જનક રામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. જે પછી તેજસ્વીના મોટાભાઈ અને ધારાસભ્ય તેજપ્રતાપ યાદવે શાસક પક્ષના ધારાસભ્યો તરફ આંગળી ચીંધીને કંઈક એવું કહી દીધું કે જે વાત તેમને ખટકી ત્યાર બાદ બન્ને પક્ષના ધારાસભ્યો સામસામે આવી ગયા અને એકબીજાને ગાળો આપવા લાગ્યાં.તેજસ્વી પણ બોલતા રહ્યાં કે મારા મોં ખોલવાથી શાસક પક્ષ ધ્રુજવા લાગે છે. જોતજોતામાં તો બખેડો ખડો થયો. બખેડો એટલો વધ્યો કે ધારાસભ્યોને નોખા પાડવા માર્શલે આવવું પડ્યું. 

વિધાનસભામાં જે થયું, તે નહોતું થવું જોઈતું
વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિંહાએ ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી નાખી હતી. કાર્યવાહી મોકૂફ રહ્યાં બાદ ગૃહમાં વિપક્ષી ધારાસભ્યો નારેબાજી કરતા રહ્યાં હતા. અધ્યક્ષે કડક ભાષામાં કહ્યું કે આજે વિધાનસભામાં જે કંઈ પણ થયું તે નહોતું થવું જોઈતું. કાર્યવાહીમાં આ પ્રકારનું વર્તન સહન ન કરી લેવાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ