બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tunisia Water Quota System Severe Drought in Tunisia Agriculture Potable Water Water Crisis Lack of Water

બાપ રે / પાણીના એક-એક ટીપાંનો થશે હિસાબ: વધારે પીધું તો થઈ શકે છે જેલ, ગ્લોબર વૉર્મિંગના કારણે જુઓ કેવી થઈ આ દેશની હાલત

Pravin Joshi

Last Updated: 10:39 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્યુનિશિયાએ પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ કરી છે. ખેતી માટે પાણીના ઉપયોગ પર પ્રતિબંધ છે. કારણ ભયંકર દુષ્કાળ છે. આ સિસ્ટમ આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.

  • ટ્યુનિશિયામાં પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ 
  • છ મહિના માટે પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ 
  • ખેતી માટે પાણીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ 

ટ્યુનિશિયાએ આગામી છ મહિના માટે પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ કરી છે. એટલે કે માપણી કર્યા બાદ પીવાનું પાણી મળશે. એટલું જ નહીં ખેતી માટે પાણીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કડક નિયમ આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. ટ્યુનિશિયાના કૃષિ મંત્રાલયના અધિકારી હમાદી હબીબે કહ્યું કે તેમનો દેશ છેલ્લા ઘણા મહિનાઓથી ભયંકર દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યો છે. તેના ડેમમાં 1000 મિલિયન ક્યુબિક મીટર પાણીની ક્ષમતા છે. જે ઘટીને માત્ર 30 ટકા થયો છે. 

નિયમનો ભંગ કરે છે તો તેને દંડ

ગયા વર્ષે સપ્ટેમ્બરથી આ વર્ષે માર્ચના મધ્ય સુધી ટ્યુનિશિયામાં વરસાદનો ભયંકર અભાવ હતો. આ સીદી સાલેમ ડેમ છે જ્યાં તેની ક્ષમતાના માત્ર 16% જ બાકી છે. આ સ્થિતિને જોતા કૃષિ મંત્રાલયે નિર્ણય લીધો છે કે આગામી છ મહિના સુધી પીવાના પાણીનું રેશનિંગ કરવામાં આવશે. કોઈ તેની કાર ધોશે નહીં. વૃક્ષો અને છોડ પર પાણી રેડશે નહીં. ન તો તે શેરીઓ પાણીથી સાફ કરશે. તેમજ કોઈપણ જાહેર સ્થળની સફાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જો કોઈ નિયમનો ભંગ કરે છે તો તેને દંડ, જેલ અથવા બંને થઈ શકે છે. 

પાણી માટે ક્વોટા સિસ્ટમ લાગૂ

ટ્યુનિશિયાએ શુક્રવારે પીવાના પાણી માટે ક્વોટા સિસ્ટમ રજૂ કરી અને સપ્ટેમ્બર સુધી કૃષિમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. વધુ પડતા પાણીનો ઉપયોગ કરવાથી 6 મહિનાની જેલ થઈ શકે છે. ટ્યુનિશિયાના લોકોનું કહેવું છે કે તેમની સરકાર છેલ્લા બે અઠવાડિયાથી રાત્રે પાણીનો પુરવઠો બંધ કરી રહી છે. રાજધાની અને અન્ય ઘણા શહેરોમાં પાણીનું રેશનિંગ શરૂ થઈ ગયું છે. જેના કારણે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. દેશના તમામ ડેમ સુકાઈ રહ્યા છે. 

મોંઘવારી વધી 

સરકારના નિર્ણયથી મોંઘવારી વધી રહી છે સરકારના આ નિર્ણયથી સમગ્ર દેશમાં સામાજિક તણાવ ફેલાઈ રહ્યો છે. સૌથી ખરાબ હાલત ગરીબ લોકોની થઈ રહી છે. પાણી અંગે લેવાયેલા નિર્ણયને કારણે મોંઘવારી ઝડપથી વધી રહી છે. દેશના ઉત્તરમાં આવેલા સિદી સાલેમ ડેમ, જે મોટા વિસ્તારને પાણી પહોંચાડે છે, હવે માત્ર 16 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે સામાન્ય દિવસોમાં મહત્તમ 58 કરોડ ઘનમીટર પાણી રહે છે. ખેડૂત સંઘના અધિકારી મોહમ્મદ રજૈબિયાએ કહ્યું કે પાણીની અછતને કારણે ટ્યુનિશિયાના પાકની ઉપજમાં ભયંકર ઘટાડો થયો છે. ગયા વર્ષે 7.50 લાખ ટન પાક થયો હતો. જે આ વર્ષે ઘટીને 2.0 થી 2.50 લાખ ટન થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ