બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tunisha sharma death case sheezan mohammed khan family press conference

શોકિંગ / તુનિશા સુસાઇડ કેસમાં હવે શીજાનનો પરિવાર આવ્યો સામે, હિજાબ-ઉર્દૂ વિવાદમાં આપ્યો આવો જવાબ

Premal

Last Updated: 02:41 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનિષા ડેથ કેસને લઇને સોમવારે શીજાન ખાનની માં અને બહેન મીડિયાની સામે આવ્યાં. તેમણે પત્રકાર પરિષદ કરીને એવા તમામ સવાલોના જવાબ આપ્યાં જે તેમને પૂછાઈ રહ્યાં હતા.

  • શીજાન ખાનની માં અને બહેન મીડિયાની સામે આવ્યાં
  • પત્રકાર પરિષદમાં તમામ સવાલના આપ્યાં જવાબ
  • શીજાન ખાનના પરિવારે તુનિષાની માં પર લગાવ્યાં આરોપ 

દીકરી પર કામનુ દબાણ બનાવતી હતી તુનિષાની માં? 

શીજાન ખાનના પરિવારે તુનિષાની માં વનીતા પર આરોપ લગાવ્યો છે કે તે પોતાની છોકરી પર કામનુ વધુ દબાણ બનાવતી હતી. જેને પગલે તુનિષા ઘણી વખત તણાવમાં રહેતી હતી. શીજાનની બહેને કહ્યું કે તુનિષા પોતાની માંથી એટલી પરેશાન રહેતી હતી કે  તે ઘણી વખત પોતાનો ફોન ફેંકી દેતી હતી. આ બધુ તેમણે પોતાની આંખની સામે થતા જોયુ છે. શીજાનની બહેને કહ્યું કે તુનિષાની માંએ ત્યારે પણ તેનુ ગીત શૂટ કરાવ્યું, જ્યારે તુનિષા આવુ કરવા માંગતી નહોતી. 

સારા હતા તુનિષા અને શીજાનના પરિવારના સંબંધો 

શીજાનની બહેને કહ્યું કે તેમનો તુનિષા સાથે બહેનનો સંબંધ હતો. તેનો ભલે તેની સાથે લોહીનો સંબંધ ન હતો પરંતુ તે તેને પોતાની બહેન માનતી હતી અને બંનેની વચ્ચ ક્લોઝ બોન્ડિંગ હતુ. શીજાનના  પરિવારે કહ્યું કે તેમને પણ તુનિષાને જવાનો અફસોસ છે. શીજાનની માંએ કહ્યું કે તુનિષા તેમને અમ્મા કહેતી હતી અને તેમનુ અને તેમના પરિવારનુ ઘણી વખત ઘર પર આવવા-જવાનુ રહેતુ હતુ. 

શીજાનને સુસાઈડ માટે ઉકસાવી રહી છે વનિતા?

શીજાનની માંએ કહ્યું કે તુનિષાની માં વનિતા શર્મા તેમના પરિવાર સાથે ખૂબ ગેરવર્તણુક કરી રહી છે. તેમણે કહ્યું કે તે પોતાની એક દીકરી ગુમાવી ચૂકી છે, જેનો અમને અફસોસ છે, પરંતુ હવે તે જે કરી રહી છે તેનાથી એક માંના નિર્દોષ પુત્રને ઘણી પરેશાની ઉઠાવવી પડી રહી છે. શીજાનની માંએ કહ્યું કે શું તે ઈચ્છે છે કે હવે વધુ એક માંનો પુત્ર આત્મહત્યા કરી લે? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ