બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / TRAIs major change in SIM card rules will be applicable across the country from July 1
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આ નવો નિયમ ફ્રોડ અટકાવવા માટે લાવવામાં આવ્યો છે. TRAI દ્વારા જાહેર કરાયેલો સિમ કાર્ડ માટેના નવો નિયમ 1 જુલાઈથી દેશભરમાં લાગુ થશે. તમે ગમે તે ટેલીકોમ કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ કરો છો છતાં આ નિયમ દરેક પર લાગૂ થશે જેથી તમારે આ નવા નિયમો વિશે જાણવું જરૂરી છે.
ADVERTISEMENT
સિમ કાર્ડના નવા નિયમથી ઓનલાઈન છેતરપિંડીની ઝડપથી વધી રહેલી ઘટનાઓને રોકવામાં પણ મદદ મળશે કેમ કે TRAI દ્વારા સિમ સ્વેપને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે તમારું સિમ સ્વેપ કર્યું છે, તો તમારે હવે ધ્યાન રાખવું પડશે કેમ કે સિમ સ્વેપ કરાવ્યાના તુરંત બાદ તમે સિમ પોર્ટ નહીં કરાવી શકો.ઉલ્લેખનીય છે કે, જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપિંગ થાય છે. સિમ ખોવાવા પર અથવા તૂટવા પર તમારા ટેલિકોમ ઓપરેટર નવુ સિમ આપે તેને સ્વેપિંગ કહેવાય છે.

ADVERTISEMENT
TRAIનું કહેવું છે કે છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. નવો નિયમ સિમ છેતરપિંડી કરનારાઓને સિમ સ્વેપિંગ બાદ તુરંત સિમ પોર્ટ કરતા રોકશે.
સાયબર ફ્રોડના અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં છેતરપિંડી કરનારા સિમ સ્વેપિંગ દ્વારા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવે છે. સિમ સ્વેપ કરવાથી એક વ્યક્તિના તમામ ફોન કોલ્સ, મેસેજ અને OTP બીજા ફોન પર જવા લાગે છે.સ્કેમર્સ મોબાઇલ ખોવાઈ જવાના બહાને એક નવું સિમ કાર્ડ લઈ લે છે પછી તેઓ તમારા નંબરનો OTP મેળવીને છેતરપિંડી આચરે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.