બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Tough test for farmers, Gujarat's earthlings waiting for rain, crops urgently need water, situation is painful

આવ રે વરસાદ.! / ખેડૂતોની કપરી પરીક્ષા, વરસાદની કાગડોળે રાહ જોતો ગુજરાતનો ધરતીપુત્ર, પાકને પાણીની તાતી જરૂર, સ્થિતિ પીડાજનક

Vishal Khamar

Last Updated: 11:45 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસતા હવે ખેડૂતોનો જીવ પડીકે બંધાયો છે. ત્યારે મહેસાણા, અરવલ્લી તેમજ ગીર સોમનાથ જીલ્લામાં વરસાદ ન વરસતા ખેડૂતોએ મહામહેનતે ખેતરમાં વાવેલ પાક સુકાઈ જવાની ચિંતા ખેડૂતોને સેવી રહ્યા છે.

  • વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં
  • ખેતરમાં ઉભા પાકોમાં થશે અસર
  • ખેડૂતો પાકને પિયત કરવા મજબૂર

મહેસાણા જિલ્લામાં વરસાદ ખેચાંતા ખેડૂતો પરેશાનમાં મુકાયા છે. છેલ્લા 20 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઇ છે. સતલાસણા, ખેરાલુ, વડનગર, બહુચરાજી, કડી અને જોટાણા તાલુકાઓના અમુક વિસ્તાર એવા છે કે ખેતી માટે પૂરતું પાણી મળતું નથી. અને ચોમાસામાં ફક્ત વરસાદી પાણી ઉપર જ ખેડૂતો ખેતી  કરે છે.આથી વરસાદ  ઉપર નિર્ભર ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 15 દિવસથી પાણી નહીં મળતા ધનાળા ગામના પાટીયા પાસે એકઠા થઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી નર્મદા કેનાલના અધિકારીઓ સુધી વાત પહોંચાડવા રજૂઆત કરાઈ હતી. 

અરવલ્લી જિલ્લામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો

અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે ખરીફ પાક પર ખતરો તોળાઈ રહ્યો છે. અંદાજે 2 લાખ હેક્ટરમાં મગફળી,કપાસ અને મકાઈ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

મામલતદાર દ્વારા કલેક્ટરનાં આદેશનું પાલન ન થતા ખેડૂતોને લાખોનું નુકશાન
જૂનાગઢ જીલ્લાનાં માળિયા હાટીનામાં નદીનાં કુદરતી વહેણને વગદાર લોકોએ બંધ કરી દેતા ખેડૂતોનાં પાકને સિંચાઈ માટે પાણી ન મળતા નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ફરિયાદ થતા આખતે કોઝ વે તોડી પાડવાનો આદેશ અપાયો હતો. કલેક્ટરનાં આદેશની અમલવારી ન થતા ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. માળિયા હાટીના તાલુકાનાં જામવાડી ગામમાં નદીનાં વહેણને રોકી કોઝવે બનાવામાં આવ્યો હતો. નદી પર 1 મીટરની ઉંચાઈનાં કોઝવેને બદલે 12 મીટર જેટલો ગેરકાયદેસર કોઝવે બનાવી દેવાયો હતો. પરંતું કોઝવેને તેની ઉંચાઈ કરતા વધુ ઉંચો બનાવી દેવામાં આવતા નદીનાં પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતું.  જે બાબતે સરપંચ દ્વારા કલેક્ટરને ફરિયાદ કરતા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર કોઝવે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. પરંતું મામલતદાર દ્વારા કલેક્ટરનાં આદેશનું પાલન ન થતાં ખેડૂતોને લાખોનું નુકશાન થવા પામ્યું હતું.


સપ્ટેમ્બરમાં વરસાદ ન આવે તો  પાક નિષ્ફળ જવાની ભીંતી
ચાલુ સીઝનમાં ગીરસોમનાથમાં છેલ્લા 30 વર્ષનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. વરસાદ ખેંચાતા હવે પાણીની અછતનાં કારણે નુકશાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે  ગીર સોમનાથ જીલ્લામાં અતિભારે વરસાદ બાદ હવે વરસાદ ન વરસતા પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતે સેવી રહ્યા છે. ગીર સોમનાથનાં અનેક વિસ્તારોમાં જળતાંડવમાં બચી ગયેલ પાક પાણીની અછતનાં કારણે સુકાવા લાગ્યો છે. વરસાદ ન આવતા ખેડૂતોએ પાકને પિયત આપવાની જરૂર પડી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો સપ્ટેમ્બરમાં વરસાદ ન આવે તો ખેતરમાં મોંઘા બિયારણ લાવી વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ભીંતી સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ