બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Toothpaste and Shampoo can cause cancer in your body, it has deadly chemicals

Cancer Risk / ટૂથપેસ્ટ અને શેમ્પૂથી વધ્યો કેન્સરનો ખતરો, એક્સપર્ટે આપી ચેતવણી, જે જાણવી તમારા માટે શરીર માટે જરૂરી

Vaidehi

Last Updated: 06:23 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ વપરાતા ટૂથપેસ્ટ અને શેંપૂમાં આવેલ આ કેમિકલ્સ શરીરમાં કેન્સરનો રિસ્ક વધારે છે. તાત્કાલિક પોતાને અને પરિવારને સુરક્ષિત કરવા માટે આ પ્રોડક્ટસનો ઉપયોગ બંધ કરો.

  • ટૂથપેસ્ટ અને શેંપૂથી પણ કેંસરનો રિસ્ક વધ્યો
  • રિસર્ચમાં કરવામાં આવ્યો ખુલાસો
  • કેટલીક પ્રોડક્ટસમાં ઘાતકી કેમિકલ્સ સમાવિષ્ટ હોય છે

આજે કેન્સર આખી દુનિયા માટે પડકાર બન્યો છે. દરવર્ષે મોટી સંખ્યામાં લોકો કેન્સરની અડફેટે આવી રહ્યાં છે. ICMR અનુસાર ભારતમાં 2022માં કેન્સરનાં 14.6 લાખ કેસ હતાં જે 2025 સુધી વધીને 15.7 લાખ થઈ શકે છે. કેંસર એક જીવલેણ બીમારી છે. ગતવર્ષે કેન્સરનાં લીધે 8 લાખ લોકોનું મૃત્યુ થયું છે. દરરોજ આપણે કેટલાક એવા કામ કરતાં હોઈએ છે જે કેન્સરનાં રિસ્કને વધારે છે જેમકે ટૂથપેસ્ટ અને શેંપૂ. માનવામાં આવે છે કે આ બંને પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી કેંસરનો રિસ્ક વધે છે. 

શું ટૂથપેસ્ટથી કેંસર ફેલાય છે?
ટોરેંટો યૂનિવર્સિટીની એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે ટૂથપેસ્ટમાં ટ્રાઈસ્કોસન કંપાઉંડ હોય છે જેનાથી કેંસરનો રિસ્ક વધે છે. આ એક એવી પ્રોડક્ટ છે જે શરીરમાં કેંસર ફેલાવતાં ફેક્ટરને એક્ટિવ કરે છે. અનેક ટૂથપેસ્ટમાં ટ્રાઈસ્કોસન ઘણી વધારે માત્રામાં હોય છે જે કેંસરનું એક કારણ બની શકે છે. કેંસર રોગ વિશેષજ્ઞ અનુસાર ટૂથપેસ્ટમાંથી મળતો ટ્રાઈસ્કોસન આંતરડાનાં સારા બેક્ટેરિયાને નુક્સાન પહોંચાડે છે. જેનાથી આંતરડાનું કેંસર ફેલાઈ શકે છે.

શું શેંપૂ છે કેન્સરનું કારણ?
એક્સપર્ટસ્ અનુસાર ડ્રાય શેંપૂ કેંસરનું કારણ બની શકે છે. ડ્રાય શેંપૂમાં બેંજીન નામક કેમિકલ હોય છે જે શેંપૂનાં ઉપયોગ દરમિયાન શરીરમાં જતું રહે છે અને બ્લડ કેંસરનો ખતરો વધારે છે. આ જ કારણ છે કે કેટલાક મહિના પહેલાં FDAએ અમેરિકાની બજારોમાંથી કેટલીક બ્રાંડનાં ડ્રાય શેંપૂ પર બેન લગાવી દીધો હતો. આ એવા શેંપૂ હતાં જેમાં બેંજીન વધુ માત્રામાં મળી આવ્યું હતું. જે કેંસરનું કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ