બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / too much salt stress and alcohol can ruin your sex life know how

જાણવું જરૂરી / ભોજનમાં વધુ પડતું મીઠું બગાડી દેશે સેક્સ લાઈફનો સ્વાદ! આ 6 ચીજો બરબાદ કરી નાંખે છે યૌન જીવન

Manisha Jogi

Last Updated: 03:53 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મોટાભાગના લોકોને સેક્સ્યુઅલ હેલ્થ પ્રોબ્લેમ થાય છે. હેલ્થ પ્રોબ્લેમને કારણે સેક્સ લાઈફ પર નકારાત્મક અસર થાય છે. કઈ આદતોને કારણે સેક્સ લાઈફ પર અસર થાય છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મોટાભાગના લોકોને સેક્સ્યુઅલ હેલ્થ પ્રોબ્લેમ
  • હેલ્થ પ્રોબ્લેમને કારણે સેક્સ લાઈફ પર નકારાત્મક અસર
  • આ આદતોને કારણે સેક્સ લાઈફ પર અસર થાય છે

આજના સમયમાં મોટાભાગના લોકોને સેક્સ્યુઅલ હેલ્થ પ્રોબ્લેમ થાય છે. ફર્ટિલિટી, સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન, લિબિડોની ઊણપની જેવી પ્રોબ્લેમ થાય છે. આ તમામ પ્રોબ્લેમ માટે તમારી લાઈફસ્ટાઈલ જવાબદાર હોઈ શકે છે. અનેક હેલ્થ પ્રોબ્લેમને કારણે સેક્સ લાઈફ પર નકારાત્મક અસર થાય છે. કઈ આદતોને કારણે સેક્સ લાઈફ પર અસર થાય છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સેક્સ લાઈફ પર અસર કરતા પરિબળ
ચિતા અને તણાવ

આજની બિઝી લાઈફસ્ટાઈલમાં લોકો ચિંતા અને તણાવનો ભોગ બની રહ્યા છે. જેના કારણે લોકોની સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્ષમતા ઓછી થવા લાગે છે. તણાવ, ચિંતા તથા અન્ય માનસિક સમસ્યાને કારણે સેક્સ્યુઅલ લાઈફ પર નકારાત્મક અસર થાય છે. જેના કારણે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન, લિબિડોની ઊણપ, પ્લેઝર અને ઓર્ગેઝ્મ થવામાં વધુ સમય લાગે છે ત્થા ફર્ટિલિટી પ્રોબ્લેમ થઈ શકે છે. સ્ટ્રેસના કારણે હોર્મોન્સનું સંતુલન જળવાતું નથી, ઉપરાંત બ્લડપ્રેશર પર અસર થાય છે. 

મેટાબોલિક ડિસઓર્ડર
મેદસ્વીતા, ડાયાબિટીસ તથા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરના કારણે હાઈ કોલસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર તથા હાર્ટ પ્રોબ્લેમ થાય છે. જેના કારણે સેક્સ્યુલ ડિસઓર્ડર, થાક લાગે છે તથા એનર્જી રહેતી નથી. ડાયટમાં સુધારો કરીને એક્ટીવ રહેવાથી મેટાબોલિક ડિસઓર્ડરનું જોખમ ઓછું થાય છે. 

મીઠાનું વધુ પ્રમાણમાં સેવન
મીઠાનું વધુ સેવન કરવાને કારણે સેક્સ્યુઅલ લાઈફ પર નકારાત્મક અસર થાય છે. બ્લડપ્રેશર હાઈ થવાને કારણે લિબિડોની ઊણપ થાય છે. જેના કારણે સેક્સ્યુઅલી એક્ટિવ રહેવાની ઊચ્છા થતી નથી.  આ કારણોસર પ્રોસેસ્ડ રિફાઈન્ડ અને પેકેજ્ડ ફૂડનું સેવન ના કરવું. 

બિઝી રહેવું
તમે ઓફિસમાં આખો દિવસ બિઝી રહો છો અને પાર્ટનરને ટાઈમ આપતા નથી, તો તેના કારણે તમને નુકસાન થાય છે. આ લાઈફસ્ટાઈલને કારણે સેક્સ્યુઅલ લાઈફમાં પ્રોબ્લેમ થાય છે. કોઈપણ રિલેશનશીપમાં ઈંટિમેસી જરૂરી છે, આ કારણોસર સેક્સ્યુઅલ લાઈફને પ્રાથમિકતા આપવી. આખો દિવસ બિઝી રહેવાથી સેક્સમાં રુચિ રહેતી નથી. 

દારૂ પીવાની આદત
વધુ માત્રામાં બિયર, વાઈન તથા આલ્કોહોલયુક્ત ડ્રિંક્સનું સેવન કરવાથી ઈંટિમેસી પર નકારાત્મક અસર થાય છે. નિયમિતરૂપે દારૂનું સેવન કરવાથી મહિલાઓમાં લિબિડોની ઊણપ થાય છે અને તેમને સેક્સ કરવાની ઈચ્છા થતી નથી. પુરુષોમાં ઈરેક્શનની પ્રોબ્લેમ થાય છે અને સેક્સ્યુઅલ ઈન્ટિમેસી દરમિયાન વધુ મહેનત કરવી પડે છે. 

ધૂમ્રપાન
આજના સમયમાં સ્મોકિંગ ખૂબ જ કોમન બાબત છે, પરંતુ તેના કારણે હેલ્થને નુકસાન થઈ શકે છે. જેના કારણે સેક્સ્યુઅલ લાઈફ પર સર થાય છે. સિગારેટ પીવાથી બ્લડ વેસલ્સ કોન્ટ્રેક્ટ થાય છે, જેના કારણે બ્લડ ફ્લો પર અસર થાય છે અને ઈંટિમેટ એરિયા સુધી ઓક્સિજનની આપૂર્તિ થતી નથી. એરિસ સ્ટિમ્યુલેટ કરવા છતાં પણ ઉત્તેજના થતી નથી. 

વધુ વાંચો: બાળક બીમાર નહીં પડે, મગજ તેજ ચાલશે... જેવાં અનેક ફાયદાઓ થશે, બસ રોજ ઉઠીને કરશો આ કામ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ