બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Toilets built on paper in Banaskantha, District Development Officer inspected the site after receiving a complaint

ગરબડ / કંઇક તો શરમ કરો! બનાસકાંઠામાં કાગળ પર બનાવ્યા શૌચાલય, ભાંડો ફૂટવાનો થયો તો જુઓ શું કર્યું

Vishnu

Last Updated: 12:10 AM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાયત્રી સખી મંડળના સંચાલકે શોચાલય કૌભાંડ આચર્યું હોવાનું આવ્યું સામે આવ્યું, ગેનાજી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની મિલી ભગતનો આરોપ

  • બનાસકાંઠામાં શૌચાલય કૌભાંડ
  • કાગળ પર બન્યા શૌચાલય
  • ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવ્યા

બનાસકાંઠાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. અહીં મૃતકોના નામે ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવ્યાંનું કૌભાંડ સામે આવ્યું છે.આ સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.જાગૃત ગ્રામજનોએ જિલ્લાના વિકાસ અધિકારીને રજુઆત કરતા જિલ્લાના વિકાસ અધિકારી એ આપ્યા આ મામલે તપાસના આદેશ આપ્યાં છે. 

DDOએ જાતે પરીક્ષણ કર્યું
બનાસકાંઠા જિલ્લામાં શૌચાલય કૌભાંડ ખરેખર શરમજનક છે. આ કૌભાંડમાં કાગળ પર બનેલા શૌચાલય ખરેખર અસ્તિત્વમાં જ નથી. ત્યારે આખરે જનતાએ જાગૃત બનીને આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતાં જિલ્લા વિકાસ અધિકારી ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં બનેલા  શૌચાલયની તપાસ ના આદેશ આપ્યા બાદ આજે જિલ્લા વિકાસ અધિકારી સ્થળ પર જઈ આજે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ફરિયાદ થતાં સમગ્ર મામલો આવ્યો બહાર
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય અને વ્યક્તિગત શૌચાલય બનાવવામાં ગુજરાત દેશમાં મોખરે હોવાની ગુલબાંગો પોકળ પૂરવાર થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં શૌચાલય બનાવવાની આ કામગીરીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠતાં તંત્ર સફાળું જાગ્યું છે અને ગેનાજી ગામમાં બનેલા શૌચાલય મામલે  તપાસના આદેશ અપાયા હતા. એટલું જ નહીં તપાસમાં ગેરરીતિ જણાતા જવાબદાર કર્મચારી-અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની પણ જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપવાની ફરજ પડી છે.

કાર્યવાહીથી કૌભાંડીઓને પેટમાં ગરબડ, કાગળ બનાવેલા શૌચાલય બાદમા હવે બનાવવા લાગ્યા
આ આદેશને પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને સખી મંડળ ના  કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી વિઝીટ કરવાની હોઈ જેના પગલે તમામ કૌભાંડ છુપાપવા સરપંચ તલાટી અને સખી મંડળના સંચાલક શૌચાલય બનાવાની કામગીરી શરૂ કરી હોવાના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ આજરોજ જિલ્લા વિકાસ અધિકારી ની ટીમ આજે તપાસ કરવામાં આવી હતી અને ગેરરીતિઓ આચરી હોવાની પણ સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તમામ 138 શૌચાલયની તપાસ કરવામાં આવશે અને જેમાં  ગેરરીતિ આચરવામાં આવી હશે તે  તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ