બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today is the first Monday of the holy month of Shravan: The temple premises resounded with the sound of 'Har Har Mahadev'

ૐ નમઃ શિવાય / પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર: 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યા મંદિરના પરિસર, જુઓ ક્યાં કેવો માહોલ

Malay

Last Updated: 10:30 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan 2023: શ્રાવણ માસના પહેલા સોમવારે શિવાલયોમાં જામી ભક્તોની ભારે ભીડ, વહેલી સવારથી 'હર હર મહાદેવ'ના નાદ સાથે ગુંજી રહ્યા છે મંદિરો.

  • આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
  • શિવાલયોમાં ભક્તોની જામી ભારે ભીડ
  • શિવભક્તોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
  • 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી રહ્યા છે મંદિરો

શ્રાવણનો પ્રથમ સોમવારઃ ભગવાન ભોળાનાથને પ્રિય એવા શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે, ત્યારે શિવભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન ભોળાનાથને રીજવવા માટે ગુજરાતના અનેક નાના મોટા શિવાલયોમાં શિવભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી છે. ભક્તો રુદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક શિવ મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી રહ્યા છે.

સોમનાથ મહાદેવના દર્શને ભાવિકો ઉમટ્યા 
ગુજરાતના મોટા ભાગના શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શને ઉમટી રહ્યા છે. આજે ગીર સોમનાથના સોમનાથ મહાદેવના મંદિરે પણ વહેલી સવારથી ભાવિકો ઉમટી રહ્યા છે. આજે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજું પણ દર્શનાર્થે શિવભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે. સોમનાથ દાદાના દર્શ કરવા માટે અંદાજે 1 કિલો મીટર લાંબી ભક્તો કતાર લાગી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અગવડ ન પડે તે માટે સુવિધાઓ ઉભી કરાઇ છે.

અમદાવાદના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર 
અમદાવાદના પણ અલગ-અલગ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર હોવાથી શિવાલયોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી રહ્યા છે. ભક્તો અભિષેક અને બીલીપત્ર ચડાવી ભોળાનાથની પૂજા કરી રહ્યા છે. 

હર હર મહાદેવના નાદથી ગુંજ્યું ભીમનાથ મહાદેવ મંદિર 
સાથે જ બોટાદના ભીમનાથ મહાદેવના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ભોળાનાથના દર્શન કરવા ઉમટી રહ્યા છે. બોટાદના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ભીમે કરી હોવાથી ભીમનાથ મહાદેવ તરીકે પ્રચલિત છે. ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આવે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે. 

ભક્તો શિવમય બન્ચા
હિન્દુ ધર્મમાં શ્રવણ માસ અનોખું મહત્વ ધરાવે છે, ત્યારે બીલીમોરા ખાતે આવેલું મીની સોમનાથ જે દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે, એમાં શ્રાવણના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. બીલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ