બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Today gold silver price: On monday, gold price got cheaper and silver price raised by 500 rupees

બિઝનેસ / આજે ગોલ્ડનો કેટલો ભાવ? સોનું પડ્યું નરમ, રોકાણકારો અને ગ્રાહકોને ખરીદવાનો મળ્યો સારો મોકો, જાણો લેટેસ્ટ રેટ

Vaidehi

Last Updated: 05:45 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોનાનાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટનાં 10 ગ્રામ સોનાની કિંમત 59880 રૂપિયા થઈ છે. તો સામે પક્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં તેજી જોવા મળી છે.

  • આજે સોનાનાં ભાવમાં ઘટાડો પણ ચાંદીની કિંમત વધી
  • 24 કેરેટ સોનાની કિંમત 59880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી બંનેનાં ભાવમાં તેજી

સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે ઊતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સોનાની કિંમતમાં થોડો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 24 કેરેટનાં 10 ગ્રામ સોનાની કિંમત 59840 રૂપિયા છે. ચાંદીનાં ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો જે બાદ તેની કિંમત 74000 રૂપિયા પ્રતિકિલો છે.

રાજ્યોનાં હિસાબે ભાવ
ગુજરાત
: ચાંદી 74000 રૂપિયા/કિલો, 24 કેરેટ સોનું 59880 રૂપિયા/10 ગ્રામ
મુંબઈ:  ચાંદી 74000 રૂપિયા/કિલો, 24 કેરેટ સોનું 59,830 રૂપિયા/10 ગ્રામ
દિલ્હી: ચાંદી 74000 રૂપિયા/કિલો, 24 કેરેટ સોનું 59,990 રૂપિયા/10 ગ્રામ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. સોનું 0.46% વધીને 1951.60 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 1.21% વધીને 23.46 ડોલર પ્રતિ ઔંસ થયાં છે.

તહેવારની સીઝનમાં ગોલ્ડ-સિલ્વરની કેવી રહેશે ચાલ
તહેવારની સીઝનને જોતા સોનાની માંગમાં વધારો થઈ શકે છે. અમેરિકામાં આર્થિક પડકારના કારણે સોનાની કિંમતોમાં સ્થિરતા હોવા છતાં સોનાની માંગ વધવાની આશા છે. શેર બજારોના મજબૂત પ્રદર્શથી તેવી આશા દર્શાવવામાં આવી રહી છે. જો કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો સમયગાળો વધારે પરંપરાગત રૂપથી શુભ સમય હોય છે. જેમાં તહેવાર અને લગ્નની સીઝન પણ બને છે. જેનાથી સોનાની માંગ વધે તેવી સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ