ધનની દેવી મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આજનો દિવસ એટલે કે શુક્રવારનો દિવસ સૌથી સારો માનવામાં આવ્યો છે.
મા લક્ષ્મીની કૃપા મેળવવા શુક્રવારનો દિવસ સૌથી સારો
શુક્રવારે થોડી ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ
મા લક્ષ્મીની કૃપા બધા લોકો ઈચ્છે છે. દરેક લોકો એમના જીવનમાં ઈચ્છે છે કે મા લક્ષ્મી એમના પર કૃપા વરસાવે અને રાતોરાત અમીર બનાવી દે. એટલે જ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિશેષ પૂજા અને ઉપાયો કરે છે. ધનની દેવી મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આજનો દિવસ એટલે કે શુક્રવારનો દિવસ સૌથી સારો માનવામાં આવ્યો છે. આજના દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી જીવનમાં સુખ સમૃધ્ધિમાં વધારો થાય છે. જ્યોતિષીમાં થોડા એવા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જે જલ્દી જ પૈસાની આવક વધારવામાં મદદ કરે છે. શુક્રવારે થોડી ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી કુંડળીમાં શુક્ર મજબૂત થાય છે અને લાભ આપે છે.
કન્યા ભોજન
શુક્રવારના દિવસે કન્યાઓને ઘરે બોલાવી પૂરતું સમ્માન આપીને ખીર ખવડાવવી જોઈએ અને સાથે જ કોઈ ભેટ આપવી જોઈએ. તેનાથી ઘરમાં ધન-સમૃધ્ધિમાં વધારો થશે અને મા લક્ષ્મી કૃપા બનાવી રાખશે.
સફેદ મીઠાઈનું દાન
મા લક્ષ્મીને દૂધથી બનેલ સફેદ મીઠાઇ ઘણી પસંદ છે. શુક્રવારના દિવસે ખીર કે તેના જએવી જ બીજી કોઈ પણ મીઠાઇને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે અને જીવનમાં પૈસા, પ્રેમ અને ખુશીઓમાં વધારો થશે.
લાલ બંગડીઓ
ગરીબ મહિલાઓ જેના હાલ જ લગ્ન થયા હોય એવી મહિલાઓને લાલ બંગડીઓ અને લાલ સાડીનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી જીવનમાં આવતી કે આવેલ ઘણી સમસ્યા અને મુસીબતોમાંથી છુટકારો મળી શકે છે.
રેશમી કપડાં
ઘરની મહિલાઓનું સમ્માન કરવાથી મા લક્ષ્મી ઘણી પ્રસન્ન થાય છે એવામાં ઘરમાં તમારી મા, બહેન, દીકરી, માસી કોઈ પણ મહિલાઓને રેશમી કપડાંની ભેટ આપો. આવું કરવાથી મા લક્ષ્મી ઘણી કૃપા વરસાવશે.
શ્રીયંત્રની પૂજા
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ઘણી સારી રીત છે. દર શુક્રવારે શ્રીયંત્રની પૂજા-અભિષેક કરવી જોઈએ. ગાયના કાચા દૂધથી શ્રીયંત્રનો અભિષેક કર્યા પછી એ દૂધને ઘર અને ધન સ્થાન પે છાંટો. તેનાથી સકારાત્મકતા વધશે અને આર્થિક હાલાત સારી રહેશે.