બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / to get health wealth and happiness must do rudrabhishek at home in shrawan month

તમારા કામનું / શ્રાવણ મહિનામાં કોઈ પણ દિવસે ભૂલ્યા વગર કરી લેજો આ કામ, હંમેશા માટે દૂર થઈ જશે આર્થિક તંગી

Arohi

Last Updated: 04:03 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવભક્તિનો મહિનો શ્રાવણ થોડા દિવસોમાં જ શરૂ થવાનો છે. આ પવિત્ર મહિનામાં રુદ્રાભિષેક કરો. તેમજ દરરોજ ભોલેનાથની આરાધના પણ કરો.

  • શિવભક્તિનો મહિનો એટલે શ્રાવણ
  • આ મહિનામાં જરૂર કરો રૂદ્રાભિષેક 
  • શિવજી થશે પ્રસન્ન 

શિવભક્તિનો મહિનો શ્રાવણ થોડા દિવસોમાં જ શરૂ થવાનો છે. આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં ભક્તો પોતપોતાની રીતે શિવની પૂજા કરે છે અને આ માસમાં ભોલેનાથની પૂજાનું ખાસ મહત્વ છે. 

આ મહિનો ભોલે શંકરનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પૂર્ણ ભક્તિ સાથે શિવની પૂજા અને ધ્યાન કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ઘરે કરાવો રૂદ્રાભિષેક
જો કે આ આખા મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. પરંતુ પ્રદોષ અને સોમવારને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમયે ભગવાન શિવની પૂજા અને ધ્યાન કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. આ ખાસ પ્રસંગો પર ઓછામાં ઓછા એક વખત તમારા ઘરમાં રુદ્રાભિષેક કરવાનો પ્રયાસ કરો.

રુદ્રાભિષેક કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ
રુદ્રાભિષેક એટલે કે શિવનો અભિષેક કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. રૂદ્રાભિષેક માટે કોઈ યોગ્ય આચાર્યને બુક કરો શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવાથી ઘરના દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ રહે છે. શ્રાવણમાં ભગવાન મહાદેવ ને પ્રસન્ન કરવા રુદ્રાભિષેક કરવો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

જે વ્યક્તિ શ્રાવણમાં ભગવાન ભોલેનાથને તમામ વિધિ વિધાનની સાથે રુદ્રાભિષેક કરે છે તેના પર ભગવાન શિવ અને માતા પાર્વતી ના આશીર્વાદ રહે છે. આ સાથે પરિવારના તમામ સભ્યો પ્રેમથી લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે, સ્વસ્થ રહે છે. તેમને તમામ ભૌતિક સુખો મળે છે.

સોમવારનું વ્રત પણ આપે છે શુભ ફળ
જે લોકો શ્રાવણ મહિનામાં દરરોજ ભગવાન શંકરની પૂજા કરી શકતા નથી. તેમણે ઓછામાં ઓછા સોમવારે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ અવશ્ય કરવા જોઈએ. જે લોકો શ્રાવણ માસમાં સોમવારના તમામ વ્રત રાખીને પૂર્ણ ભક્તિભાવથી મહાદેવની પૂજા કરે છે તેમની તમામ શુભ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

શ્રાવણમાં જેટલો સમય મળે તેટલો સમય પુરી શ્રદ્ધા અને સાત્વિકતાથી શિવની ઉપાસના કરો કારણકે શ્રાવણમાં શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે. આપણાં કાર્યો અને ભાગ્યને કારણે વિવિધ ગ્રહો મુશ્કેલી આપે છે. પરંતુ મુખ્યત્વે શિવ આ સમગ્ર ન્યાય વિભાગના સંચાલક છે અને તેમની કૃપાથી ગ્રહોની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ