બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tmkoc jethalal old wish came true video with babita ji went viral

મનોરંજન / જેઠાલાલનું વર્ષો જૂનું સપનું સાકાર, બબીતાજીએ હગ કરી લેતા...., જુઓ Viral Video

Bijal Vyas

Last Updated: 01:12 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો તારક મહેતા..ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, જુઓ વીડિયો

  • લોટરીમાં બબીતાજી જીત્યા કાર 
  • ચાહકોને બબીતાજી સાથે જેઠાલાલનું ફ્લર્ટિંગ મજેદાર લાગે છે
  • બબીતા જેઠાલાલને ભેટી પડ્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લોકપ્રિય ટેલિવિઝન શોમાં છે. આ શોના દરેક પાત્રને દર્શકો સાથે એક અલગ જ લગાવ છે. તેમાં પણ જેઠાલાલ અને બબીતાજીનો એક અલગ ચાહક વર્ગ છે. બંનેની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ દર્શકોને પસંદ આવી રહી છે. ચાહકોને બબીતાજી સાથે જેઠાલાલનું ફ્લર્ટિંગ મજેદાર લાગે છે.

હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયો માત્ર શોના એક એપિસોડનો છે. આ વીડિયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ ક્લિપમાં જેઠાલાલ, બબીતા ​​સાથે સોસાયટીના તમામ સભ્યો પણ જોવા મળી રહ્યા છે.

દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા' અય્યરને છોડી જેઠાલાલને ગળે મળી બબીતાજી, VIDEO થયો  વાયરલ | TMKOC Leaving Iyer, Babita ji hugged Jethalal, video went viral

બબીતાજી જેઠાને ભેટી પડ્યા
હકીકતમાં, છેલ્લા કેટલાક એપિસોડથી, શોમાં ચાલી રહેલી કહાનીએ છે કે જેઠાલાલની દુકાનમાંથી ખરીદી કર્યા પછી, ગ્રાહકોને લોટરી કૂપન આપવામાં આવી હતી, જેમાંથી એક નસીબદાર ગ્રાહક 1 લાખ રૂપિયાની કાર જીતશે. જ્યારે બબીતાજી તે કાર જીતે છે. કારનું નામ બબીતાજીના નામ પર આવતા જ તે ખુશ થઈ જાય છે અને તેની બાજુમાં ઉભેલા જેઠાલાલને ભેટી પડે છે. બબીતા ​​જેઠાલાલને ભેટતા  તરત જ જેઠાલાલ ચોંકી જાય છે. આ સાથે તેઓ મનમાં પણ ખૂબ ખુશ થઈ રહ્યા છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે 'જીવનમાં ક્યારેય હાર ન માનો'.

વાયરલ થયો વીડિયો 
હવે જેઠાલાલ અને બબીતાજીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેની પર વિવિધ પ્રકારની મજેદાર કોમેન્ટ કરી રહ્યાં છે. તે સાથેજ કહી રહ્યાં છે કે જેઠાલાલની વર્ષો જૂનુ સપનુ પૂરુ થઇ ગયુ છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યુ કે, 'જેઠાલાલનું જીવન સફળ થઇ ગયુ.' તો ત્યાં એક બીજા યુઝરે લખ્યુ કે, `અસલી લોટરી તો જેઠાલાલની લાગી ગઇ છે' આ સીન જોઇને જેઠાલાલના ફેન્સ ખૂશ ખૂશ થઇ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ