બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / tips to keep biscuits and cookies crispy for long time

લાઇફસ્ટાઇલ / પેકેટમાંથી કાઢ્યા બાદ બિસ્કિટ પડી જાય છે ઢીલા? આ 3 રીતથી કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે ક્રિસ્પી

Bijal Vyas

Last Updated: 10:11 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિસ્કિટ દરેકના ઘરમાં હોય છે પરંતુ તમે જોયુ હશે કે બિસ્કીટ અને કૂકીઝને એક વખત પેકેટમાંથી કાઢી નાખવામાં આવે તો તે ક્રિસ્પી થવાને બદલે ભેજવાળા થઈ જાય છે.

  • આ પદ્ધતિનો ઉપયોગ કરીને બિસ્કિટને ક્રન્ચી રાખી શકશો
  • બિસ્કિટ, કૂકીઝને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવા માટે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરો
  • કૂકીઝ સ્ટોર કરવા માટે ઝિપ પાઉચનો ઉપયોગ કરવો પણ વધુ સારો છે

Tips to Store Biscuits And Cookies: રોજિંદા જીવનમાં ચા સાથે બિસ્કિટ અને કૂકીઝનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે. કેટલીકવાર લોકો મીઠા કે ખારા ખોરાકની ક્રેવિંગને દૂર કરવા માટે દિવસમાં ઘણી વખત ખારા અને મીઠા બિસ્કિટ ખાય છે. જો ક્યારેક ઘરમાં મહેમાનના આવે તો તેમને સૌથી પહેલા પાણી અથવા ચા ની સાથે બિસ્કિટ આપવામાં આવે છે. પરંતુ તમે જોયુ હશે કે બિસ્કીટ અને કૂકીઝને એક વખત પેકેટમાંથી કાઢી નાખવામાં આવે તો તે ક્રિસ્પી થવાને બદલે ભેજવાળા થઈ જાય છે.

હકીકતમાં સામાન્ય રીતે બિસ્કિટ અને કૂકીઝના પેકેટ ખોલ્યા પછી માત્ર બે-ચાર બિસ્કિટ અથવા કૂકીઝ ખવાય છે. પરંતુ બાકીના બિસ્કિટ અને કૂકીઝ નકામા જાય છે. કારણ કે તેઓ તેમના રેપરને દૂર કર્યા પછી તરત જ ભેજવાળા થઈ જાય છે. જેના પછી તેમનો સ્વાદ પણ પહેલા જેવો નથી રહેતો. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો, તો તમે તેને સ્ટોર કરવાની યોગ્ય રીતને ફોલો કરી શકો છો. જેના કારણે તેઓ પેકેટમાંથી બહાર કાઢ્યા પછી પણ ક્રન્ચી રહી શકે છે.

ચા સાથે બિસ્કિટ ખાવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર શરીર બની જશે રોગોનું ઘર,  ધ્યાનમાં રાખો આ ટિપ્સ / If you have a habit of eating biscuits with tea,  beware! Otherwise the

એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો
પેકેટ ખોલ્યા પછી બચેલા બિસ્કિટ અને કૂકીઝ સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો. બિસ્કિટને ક્રન્ચી રાખવા માટે કાચના કન્ટેનરનો ઉપયોગ કરવો બેસ્ટ  છે. જો તમારી પાસે ગ્લાસ કન્ટેનર નથી, તો તમે પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તે પહેલાં તે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકથી બનેલું છે કે નહીં તે તપાસો.

ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો
બિસ્કિટ અથવા કૂકીઝને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવા માટે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરો. આ માટે સૌપ્રથમ કન્ટેનરમાં ટિશ્યુ પેપરનું લેયર પાથરો જેમાં બિસ્કિટ અથવા કૂકીઝ સ્ટોર કરવાના હોય. પછી તેને રાખ્યા પછી, બિસ્કિટ અથવા કૂકીઝને ઉપરથી ટિશ્યુ પેપરથી બરાબર ઢાંકી દો. આ પછી, કન્ટેનરના ઢાંકણને યોગ્ય રીતે સજ્જડ કરવાનું ભૂલશો નહીં. જો તમે ઇચ્છો, તો તમે કન્ટેનરના તળિયે કેટલાક કાચા ચોખાના દાણા પણ રાખી શકો છો. આ બિસ્કિટ અથવા કૂકીઝને ભેજવાળી થતા બચાવશે.

વધારે પડતા બિસ્કિટ ખાવાથી થાય છે કેન્સર, વૈજ્ઞાનિકોએ સ્ટડી બાદ કર્યો  ચોંકાવનારો દાવો | Study says Too much biscuits may cause womb cancer in  women

ઝિપ પાઉચનો ઉપયોગ કરો
બિસ્કિટ અથવા કૂકીઝ સ્ટોર કરવા માટે ઝિપ પાઉચનો ઉપયોગ કરવો પણ વધુ સારો છે. આને કારણે, બિસ્કિટ અથવા કૂકીઝ હવાના સંપર્કમાં આવવાથી બચી જાય છે અને ભેજવાળી થતી નથી. તેમજ તેમનો સ્વાદ પણ બગડતો નથી. જો તમારા ઘરમાં ઝિપ પાઉચ ઉપલબ્ધ ન હોય તો તમે તેને પ્લાસ્ટિકના પાઉચમાં પણ સ્ટોર કરી શકો છો.

બિસ્કિટ કે કૂકીઝ પણ આનાથી ક્રિસ્પી રહે છે. એ પણ ધ્યાનમાં રાખો કે બિસ્કીટ અને કુકીઝના નાના કે મોટા પેકેટનો જરૂર મુજબ ઉપયોગ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ