બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Tips To Control Hair Fall: The problem of hair loss increases in winter

હેલ્થ ટિપ્સ / ખરતાં વાળ રોકવાના ઉપાય: શિયાળામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, આ 5 રીતે રાખો ધ્યાન, તરત દેખાશે રિઝલ્ટ

Pooja Khunti

Last Updated: 01:30 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips To Control Hair Fall: શિયાળાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. જાણો શિયાળામાં ખરતા વાળને અટકાવવાનાં ઉપાય વિશે.

  • શિયાળામાં વાળને ધોતાં પહેલા તેલ લગાવો
  • નિયમિત રીતે માથાની મસાજ કરો
  • સ્વસ્થ શરીર માટે પૌષ્ટિક આહાર જરૂરી 

શિયાળાની ઋતુમાં ત્વચા અને વાળની સમસ્યા વધી જાય છે. શુષ્ક હવાનાં કારણે વાળ સુકાવા લાગે છે. આ સાથે ઘણા લોકો ઠંડીનાં કારણે વાળને ગરમ પાણીથી ધોતાં હોય છે.  જેના કારણે વાળ ખરવા લાગે છે. શિયાળાની ઋતુમાં ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. આ વાળ ખરવાનું સૌથી મોટું કારણ છે. વાળને ખરતા અટકાવવા માટે આ 5 ટિપ્સ ફોલો કરો. 

શિયાળામાં ખરતા વાળને કેવી રીતે અટકાવી શકાય 

વાળને ધોતાં પહેલા તેલ લગાવો 

શિયાળામાં વાળને ધોતાં પહેલા તેલ લગાવો. જેના કારણે વાળ ધોયા પછી શુષ્ક નહીં થાય અને વાળની ગુણવત્તા સારી રહેશે. શિયાળાની ઋતુમાં નાળિયેર તેલ, બદામ તેલ અને જેતૂન તેલનો ઉપયોગ કરો. વાળ ધોતાં પહેલા તેલ લગાવવાથી તે મોઇશ્ચરાઇઝ રહે છે. જેના કારણે વાળ ખરતા અટકે છે. 

હેર માસ્કનો ઉપયોગ કરો 

શિયાળાની ઋતુમાં વાળની ગુણવત્તા વધારવા માટે હેર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઘરે બનાવેલાં નેચરલ હેર માસ્કનો પણ ઉપયોગ કરી શકો. તમે ઘરે મધ, મેથી, દહીં અને કુંવારપાઠુંથી નેચરલ માસ્ક બનાવી શકો. આ માસ્કનાં ઉપયોગથી વાળમાં ભેજ રહે છે. જેના કારણે વાળ ખરતા અટકે છે. 

સ્કેલ્પ મસાજ

તમારા વાળને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે માથાનું મસાજ કરો. આ રક્ત પ્રવાહ અને રક્ત પરિભ્રમણને સુધારે છે. એક અઠવાડિયાની અંદર 2 થી 3 વાર મસાજ કરો. 

પૌષ્ટિક આહાર
સ્વસ્થ શરીર માટે પૌષ્ટિક આહાર જરૂરી છે. શિયાળાની ઋતુમાં પૌષ્ટિક શાકભાજી અને ફળો મળે છે. જેના સેવનથી શરીરને પોષક તત્વો મળે છે. તમે તમારા આહારમાં શાકભાજી સાથે ડ્રાઈ ફ્રૂટ્સ, ફળ અને બીજનું સેવન પણ કરી શકો છો. જેના કારણે વાળની ગુણવત્તા સુધરે છે. 

વાળ કપાવવા 
નિયમિત રીતે વાળ કપાવવાથી વાળ મજબૂત બને છે. તેનાથી વાળ ખરતા અટકે છે. 2 થી 3 મહિનાની અંદર વાળ કપાવવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ