બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / સુરત / Three rounds of fire near Man Darwaza in Surat with the intention of provoking the wife, the husband is suspected to have committed the act.

ઘરનો જ ઘાતકી ? / સુરતના માન દરવાજા પાસે પરિણીતાને ભડાકે દેવાના ઈરાદે ત્રણ રાઉન્ડ ફાયર, પતિએ જ કૃત્ય કરાવ્યાની આશંકા

Mehul

Last Updated: 10:36 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સલાબતપુરા માન દરવાજા વિસ્તારમાં મોડી સાંજે એક મહિલા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર. મહિલાને તેણીના પતિ સાથે લાંબા સમયથી સાથે ચાલતો હતો વિખવાદ

  • સુરતના માન દરવાજા પાસે મહિલા પર ફાયરિંગ 
  • પરિણીતા પર પતિએ જ ફાયરિંગ કર્યાની આશંકા 
  • પતિ સાથે લાંબા સમયથી ચાલતો હતો વિખવાદ 

સુરતમાં સલાબતપુરા માન દરવાજા વિસ્તારમાં મોડી સાંજે એક મહિલા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મહિલાના પતિ સાથે લાંબા સમયથી જુદા જુદા ને લઈને ચાલી રહેલા વિવાદમાં પતિ કે પતિના કોઈ સાગરીતે ફાયરિંગ કર્યાની આશંકા  ઘાયલ મહિલાના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 માનદરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલા પર એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી ફરાર થઇ ગયા હતો જોકે ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતા સલાબતપુરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલા નંદાબેન મોરે ગંભીર રીતે ઘવાયેલા હોવાને લઈને પોલીસે તેમને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે સ્થાનિકો અને મહિલાના પરિવાર દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે આ મહિલાના પતિ સાથે પારિવારિક ઝઘડાને લઇને લાંબા સમયથી તે અલગ રહે છે જેને લઇને પતિ દ્વારા અવારનવાર થતાં બધાને લઈને દબાણ સાથે ઝઘડો કરવામાં આવે છે અને ધાક ધમકી પણ આપવામાં આવે છે ત્યારે એક પારિવારિક ઝઘડાને લઇને આવેશમાં આવીને પતિ દ્વારા જ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો મળતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જો કે મહિલાની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું રહ્યા છે ત્યારે બીજી બાજુ પારિવારિક ઝઘડામાં પતિએ ફાઈરિંગ કર્યું હોય અથવા કોઈ સાગરિત દ્વારા ફાયરિંગ કરાતા હોવાની વિગતો સામે આવતાં જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પતિની ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ