બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / This underpass will be closed for a week, know the route before leaving with the vehicle

મુશ્કેલી / ગાંધીનગરના લોકો માટે મોટા સમાચાર: એક સપ્તાહ માટે બંધ કરી દેવાશે આ અંડરપાસ, વાહન લઈને નીકળતા પહેલા જાણી લેજો રૂટ

Vishal Khamar

Last Updated: 06:40 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપાના અણધડ વહીવટનું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં ઘ રોડ પર અંડર પાસ એક સપ્તાહ માટે બંદ કરવામાં આવ્યો છે. અચાનક અંડર પાસ બંધ કરવામાં આવતા રહીશોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • ગાંધીનગર મનપાના અણઘડ વહીવટનું ઉદાહરણ
  • ઘ રોડ પર અંડર પાસ એક સપ્તાહ માટે બંધ રહેશે
  • પ્રી મોનસુનની કામગીરી અંતર્ગત રહેશે બંધ

 ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી અંતર્ગત ઘ રોડ પર અંડર પાસ એક સપ્તાહ માટે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  ત્યારે 1 જૂન પહેલા પૂર્ણ કરવાની રહેતી પ્રિ-મોન્સુનની કામગીરીનાં નામે અંડર પાસ સોમવારથ એક સપ્તાહ માટે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સફાઈ, કેચ ડ્રેઈન મરામત તથા પ્રિ-મોન્સુનની કામગીરીને લઈ અંડર પાસ બંધ રહેશે. અંડર પાસની મનપાની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અંડર પાસ બંધ કરવાથી ગાંધીનગરનાં નાગરિકોને ખૂબ હાલાકી પડે છેઃ કેસરીસિંહ બિહોલ

આ બાબતે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલે જણાવ્યું હતું કે, મહાનગર પાલિકા દ્વારા જે પ્રિ મોન્સુનનાં બહાના હેઠળ ઘ 4 અંડર પાસ 2 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંડર પાસ બંધ કરવાથી ગાંધીનગરનાં નાગરિકોને ખૂબ હાલાકી પડે છે.  છોકરાઓને સ્કૂલે જવું હોય તો પણ તકલીફ પડે છે. ખરેખર પ્રિ-મોન્સુનની કામગીરી  ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવાની હોય છે. આ બાબતે આગોતરૂ તેનું આયોજન કરવું પડે. 

કેસરીસિંહ બિહોલ (પ્રમુખ, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ)

શહેરમાં ઠેર ઠેર ખોદેલ ખાડા પુરવા માટે પણ રજૂઆત કરી
તેમજ  ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જે શહેરમાં સેક્ટરોમાં જે ખાડાઓ કરવામાં આવ્યા છે. તે પુરવા માટે અમે ઘણી રજૂઆતો કરી છે. પરંતુ તે ઠેરનાં ઠેર છે. પરંતું તે સિવાય ઘ 4 અંડર પાસ જે ગાંધીનગરનું હાર્ટ ગણાય છે. તેમજ ત્યાંથી મોટા ભાગનાં લોકો અવર જવર કરે છે.  જે હાલ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રિ મોન્સુનની કામગીરી જુન મહિનામાં કરવાની હોય છે. તેમજ હાલ ચોમાસુ બેસી ગયું છે. આડેધડ લેવામાં આવતા નિર્ણયને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ