બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'This is not Team India...', Sehwag lashed out at coach Ricky Ponting after Delhi Capitals' fifth straight defeat

સ્પોર્ટ્સ / 'આ ટીમ ઈન્ડિયા નથી...', દિલ્હી કેપિટલ્સની સતત પાંચમી હાર બાદ કોચ રિકી પોન્ટિંગ પર સેહવાગ ભડક્યો

Megha

Last Updated: 01:48 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીરેન્દ્ર સેહવાગે દિલ્હીની સતત હાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હવે કોચ રિકી પોન્ટિંગે હવે દિલ્હીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેવી પડશે.

  • ગઇકાલની મેચમાં RCBએ દિલ્હીને 23 રને હરાવ્યું હતું
  • વીરેન્દ્ર સેહવાગે દિલ્હીની સતત હાર પર પ્રતિક્રિયા આપી 
  • કોચ રિકી પોન્ટિંગે હવે દિલ્હીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેવી પડશે

IPLની 16મી સિઝન ચાલી રહી છે અને એવામાં હાલ દિલ્હી કેપિટલ્સે ફરી એકવાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જણાવી દઈએ કે દિલ્હીને IPLમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. ગઇકાલની મેચમાં RCBએ દિલ્હીને 23 રને હરાવ્યું હતું અને એવામાં હવે વીરેન્દ્ર સેહવાગે દિલ્હીની સતત હાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હવે કોચ રિકી પોન્ટિંગે હવે દિલ્હીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેવી પડશે. સેહવાગે એક વાતચીત દરમિયાન વાત કરતા આવી વાતો  કહી હતી.

એક વાતચીત દરમિયાન સેહવાગે કહ્યું હતું કે, 'જ્યારે દિલ્હીની ટીમ સારો દેખાવ કરતી હતી ત્યારે કોચ પોન્ટિંગને ક્રેડિટ આપતા હતા. તો હવે જ્યારે દિલ્હી ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે તો કોચે તેની જવાબદારી લેવી પડશે.' 

જણાવી દઈએ કે આગળ સેહવાગે કહ્યું કે, 'મેં આ પહેલા પણ કહ્યું હતું કે આઈપીએલમાં કોચ કંઈ નથી કરતા, તેમની ભૂમિકા શૂન્ય હોય છે અને તે માત્ર મેનેજમેન્ટ માટે હોય છે અને તેઓ પ્રેક્ટિસ સારી બનાવે છે. ખેલાડીઓને આત્મવિશ્વાસ આપે છે પણ આ બધાના અંતે કોચને ત્યારે જ સારું લાગે છે જ્યારે તેની ટીમ સારૂ પ્રદર્શન કરે છે. જે આ વખતે દિલ્હીએ કર્યું નથી અને આવી સ્થિતિમાં પોન્ટિંગે આની જવાબદારી લેવી પડશે.'

આગળ આ વિશે વાત કરતાં તેને કહ્યું કે, 'આ ભારતીય ટીમ નથી જ્યાં તેઓ જીતનો શ્રેય લે અને હાર માટે કોઈ બીજાને દોષ આપે અને મને લાગે છે કે દિલ્હીની ટીમ એક એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં તેઓ ભ્રમીત છે કે તેઓએ તેમનું નસીબ બદલવા શું કરવું જોઈએ.' જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ ટીમની આવનારી મેચ હવે 20 એપ્રિલે KKR સામે હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ